Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. ૧૮ ના
જામનગર તા. ૨૦ઃ જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાણાખાણ વિસ્તારમાં આવેલી શાળા નંબર ૧૮માં શિક્ષકને સસ્પેન્ડ કરવાના પ્રકરણમાં વાલીઓ પછી આજે વિદ્યાર્થીઓ પણ મેદાને પડયા છે. ૫૦૦ વિદ્યાર્થીઓ વાળી શાળામાં આજે હાજરી શૂન્ય રહી હતી એક પણ વિદ્યાર્થી શાળામાં આવ્યો નહીં, કારણ કે આજે વિદ્યાર્થીઓએ શિક્ષણકાર્યનો બહિષ્કાર કર્યો હતો. તેઓએ શિક્ષકનું સસ્પેન્શન પાછું નહીં ખેંચાય તો તમામ વિદ્યાર્થીઓ પોતાનું લિવિંગ સર્ટી કઢાવી લેશે તેવી ચીમકી અપાતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૮, કે જે પાણાખાણ વિસ્તારમાં આવેલી છે, તે શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાનો મામલો વધુ ગરમાયો છે. સૌ પ્રથમ શાળાના વાલીઓ મેદાને પડ્યા પછી આજે વિદ્યાર્થીઓએ પણ તેમાં ઝંપલાવ્યું છે, અને વિદ્યાર્થીઓએ આજે શાળામાં જવાનો બહિષ્કાર કર્યો છે.
૧૮ નંબરની શાળામાં આશરે ૫૦) જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ એક વિદ્યાર્થી આજે શાળામાં ગયો ન હતો, અને શાળાની હાજરી શૂન્ય રહી હતી. જેથી શિક્ષક ગણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સંચાલકો માં ભારે ચર્ચા જાગી છે.
ઉપરોક્ત શાળાના વિદ્યાર્થીઓએ એવું પણ જણાવ્યું છે, કે જ્યાં સુધી શાળાના શિક્ષક રામગોપાલ મિશ્રા કે જેઓનું સસ્પેન્શન રદ નહીં થાય, ત્યાં સુધી લડત ચાલુ રહેશે, અને શાળાના તમામ વિદ્યાર્થીઓ પોતાનું સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ કઢાવી જવાનો પણ આશ્ચર્યજનક કાર્યક્રમમાં આપશે, તેવી ચીમકી અપાઇ છે જેને લઈને ભારે દોડધામ મચી ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial