Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે દુકાનદાર અને નવ માછીમાર સહિત અગિયાર શખ્સની કરી લેવાઈ ધરપકડઃ
ઓખા તા. ૨૦ઃ ઓખામાં આવેલા આર.કે. બંદર પર ગઈકાલે એસઓજી સ્ટાફે ઝેરોક્ષની એક દુકાન તથા ફીશીંગ કન્સલટન્સી કરતી ઓફિસમાં ચકાસણી હાથ ધરતા ફીશીંગ વિભાગમાં બનાવટી બીલ રજૂ કરી જૂની માછીમારી બોટનું રજીસ્ટ્રેશન કરાવી કોલ લાયસન્સ મેળવવા બે શખ્સ દ્વારા કહેવાતા આચરાયેલા રૃપિયા ત્રણેક કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. આ બે શખ્સ તથા નવ માછીમાર સામે ગુન્હો નોંધી તમામ અગિયારની ધરપકડ કરાઈ છે.
ઓખામાં આવેલા આર.કે. બંદરમાં માછીમારી બોટોના ફીશરીંગ વિભાગને લગતા કામ કરતા બે એજન્ટ દ્વારા જૂની માછીમારી બોટ અથવા બીલ વગર ખરીદવામાં આવેલી બોટના તેમજ એન્જીનના ખરીદીના બનાવટી બીલ બનાવી તે માટે ખોટા સોગંદનામા ઉભા કરી જૂની માછીમારી બોટના નવા કોલ તથા લાયસન્સ કાઢી આપવામાં આવે છે અને કૌભાંડ આચરવામાં આવે છે. તેવી બાતમી દ્વારકા એસઓજીને મળતા ગઈકાલે એસઓજી સ્ટાફે આર.કે. બંદર પર રહેમત ફીશીંગ કન્સલટન્સી નામની ઓફિસ તથા રામદૂત ઝેરોક્ષ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા.
રહેમત ફીશીંગ નામની ઓફિસ ધરાવતા અને ઓખાની ગાંધીનગરીમાં રહેતા સાફીન શબ્બીર ભટ્ટી તથા રામદૂત ઝેરોક્ષ નામની દુકાન ચલાવતા સુનિલ મનસુખભાઈ નિમાવત નામના આ શખ્સો અલગ અલગ માછીમારી બોટના માલિકો સાથે મળી જૂની બોટ અથવા બીલ વગર ખરીદવામાં આવેલી બોટના તેમજ એન્જીનની ખરીદીના બનાવટી બીલ બનાવતા હોવાની ખરાઈ કરવામાં આવી હતી.
આ શખ્સોની ઓફિસ તથા દુકાનની ચકાસણી કરાતા ત્યાંથી ખરીદીના બીલ, બોટના કોલ, લાયસન્સ મળી આવ્યા હતા. તેની ચકાસણી કરાતા પ્રાથમિક તબક્કે ફીશરીઝ વિભગામાં ૯૩ નવી માછીમારી બોટના રજીસ્ટ્રેશન થયા હોવાનું જણાઈ આવ્યું હતું. તેથી સાફીન ભટ્ટી અને સુનિલ નિમાવત સહિત ૯૩ વ્યક્તિ સામે બીએનએસની કલમ ૬૧ (ર), ૩૩૬ (ર) (૩), ૩૩૮, ૩૪૦ હેઠળ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.
ત્યારપછી ઉપરોક્ત બંને એજન્ટ અને હમીદ હુસેન અલાયા, આસીફ રઝાક સુંભણીયા, રઝાક હુસેન સુંભણીયા, રઝાક હુસેન સંઘાર, અલી મુસા સુંભણીયા, હાજી ઈબ્રાહીમ લુચાણી, અસગર ઈબ્રાહીમ ભેંસલીયા, આસીફ આમદ લુચાણી, કાદર દાઉદ રાડીયા નામના નવ માછીમાર મળી કુલ અગિયાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial