Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચના લાભાર્થે
જામનગર તા. ૨૦ઃ જામનગર શહેરમાં ખોડલ માઁ પધાર્યા શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો પ્રારંભ થયો ત્યારે રાજકીય અને સામાજિક અગ્રણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણાં કર્યા હતાં.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ*ના લાભાર્થે આજે જામનગર શહેરમાં મૉં ખોડલની શોભાયાત્રાનો શુભારંભ થયો છે. આ શોભાયાત્રામાં ખાસ રથ જામનગર આવી પહોંચ્યા છે. એક રથ મૉં ખોડલને સમર્પિત છે, જયારે બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર આધારિત છે.
આ બન્ને રથ અત્યંત આકર્ષક રીતે સજ્જ કરવામાં આવ્યા છે અને તેમાં ખોડલ માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જે માતાજીના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ શ્રી ખોડિયાર માતાજીની આરાધના કરવાનો અને સમાજમાં એકતા અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરવાનો છે.
આજે સવારે ૯.૦૦ કલાકે પટેલ નગરીમાં આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. આ શોભાયાત્રા વોર્ડ નંબર ૧૫ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો. સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ નગરી, ઋષિ બંગલો (અંડર બ્રિજપાસે, મહાદેવ મંદિર), ઓસવાળ ૪ (ચોકમાં), ઓસવાળ -૨ ઓસવાળ -૪ (ચોકમાં), ઓસવાળ -૩ (કોમન પ્લોટ વાળો ચોક), શિવમ સોસાયટી (મહાદેવ મંદિર), સરસ્વતી સોસાયટી (ચોકમાં), કેવલિયા વાડી (મેઈનગેટ પછીનો ચોક), ગોકુલધામ સોસાયટી (મેઇન ચોક), મહાવીર પાર્ક, મેહુલ નગર (કોમન પ્લોટ વાળો ચોક), શિવમ પાર્ક, પ્રગતિ પાર્ક (કોમન પ્લોટ વાળો ચોક), જય સોસાયટી, પ્રવીણ દાઢીની વાડી (રામકૃષ્ણ સોસાયટી શેરી નં. ૬), રોઝી પાર્ક, કૃષ્ણનગર (રામાયણ પાન), કૃષ્ણનગર (શેરી નં. ૩, પીપળાવાળો ચોક), કૃષ્ણનગર શેરી નં.૪, આઝાદ ચોક), શાંતિનગર (મનસુખભાઈ મૂંગરાવાળો ચોક), જનતા સોસાયટી (મેઘજીભાઈ કોઠીયા વાળો ચોક) પાસે પૂર્ણ થશે.
આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવો પૈકીના ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ તથા જામનગર જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા. ઉપરાંત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
શોભાયાત્રા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, કીર્તન અને ગરબાનો સમાવેશ થાય છે. શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા-ભાઈચારો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial