Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટરની સૂચનાથી સતત નજર રાખી રહ્યા હતા
જામનગર તા. ૨૦ઃ લાલપુર પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર લાઈમ સ્ટોનનું વહન કરતા ૨ ટ્રેકટર જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરાઈ હતી.
જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની સૂચનાના પગલે, લાલપુર પ્રાંત અધિકારી અસવારે જામજોધપુર તાલુકામાં નિરીક્ષણ હાથ ધર્યું હતું. જે દરમિયાન, ભોજાબેડી-શેઠવડાળા રોડ પર ગેરકાયદેસર રીતે લાઈમ સ્ટોનનું વહન કરતા બે ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા.
લાલપુર પ્રાંત અધિકારી અસવાર તેમની ટીમ સાથે જામજોધપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અનધિકૃત ખનન અને પરિવહનની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહૃાા હતા.
આ કાર્યવાહી અંતર્ગત, ભોજાબેડી અને શેઠવડાળાને જોડતા માર્ગ પર શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા બે ટ્રેક્ટરને અટકાવવામાં આવ્યા હતા. તપાસ કરતા જણાયું કે આ ટ્રેક્ટરમાં વહન થઈ રહેલો લાઈમ સ્ટોન કોઈપણ માન્ય પરવાનગી વગર લઈ જવામાં આવી રહૃાો હતો. જેથી તાત્કાલિક કાર્યવાહી કરતા, પ્રાંત અધિકારી અસવારે બંને ટ્રેક્ટરને સ્થળ પર જ સીઝ કર્યા હતા.
વધુ કાયદેસરની કાર્યવાહી અને દંડનીય પ્રક્રિયા માટે આ બંને ટ્રેક્ટરને શેઠવડાળા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર કેતન ઠક્કરે આ મામલે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે, કે જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં, અને આવા કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial