Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે તપાસ શરૃ કરીઃ
જામનગર તા. ૨૦ઃ લાલપુરના મેઘપર ગામના એક યુવાન બુધવારે પોતાના ઘરેથી મોટરસાયકલ પર નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા આ યુવાન ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવી છે. જતી વખતે તેઓ બધા ડોક્યુમેન્ટ સાથે લેતા ગયા છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા મેઘપર ગામમાં સમાજ વાડી પાસે રહેતા કુલદીપસિંહ દિલીપસિંહ દેદા (ઉ.વ.ર૩) નામના યુવાન ગયા બુધવારે પોતાના ઘરેથી જીજે-૧૦-સીઆર ૭૭૮૦ નંબરના હીરો મોટરસાયકલમાં બહાર નીકળ્યા હતા.
ઘરે કંઈ જ કહ્યા વગર નીકળી ગયેલા આ યુવાન ગઈકાલ સુધી પરત નહીં ફરતા પોલીસને જાણ કરવામાં આવી છે. ગુમ થયેલા આ યુવાન ઘઉંવર્ણાે વાન, મધ્યમ બાંધો, પાંચેક ફૂટની ઉંચાઈ ધરાવે છે. છેલ્લે તેણે કાળા રંગનો શર્ટ ધારણ કરેલો હતો. આ યુવાન ઘરેથી જતી વખતે પોતાના બધા ડોક્યુમેન્ટ સાથે લેતા ગયા છે. મેઘપર પોલીસે આ યુવાનનો ફોટો તથા વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial