Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદથી પોલીસ એસ્કોર્ટ સાથે બે પાર્થિવદેહ જામનગર લવાયા
જામનગર તા. ૨૦ઃ અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં અવસાન પામેલ જામનગરના દંપતીના પરિવારજનોને જિલ્લા વહીવટી તંત્ર જામનગરે સંપૂર્ણ સહયોગ આપી સાંત્વના પાઠવી હતી. તંત્રએ અમદાવાદથી પાર્થિવ દેહ સ્વીકારવાથી લઈ પોલીસ એસ્કોર્ટ કરીને જામનગર સુધી લાવવાની સમગ્ર પ્રક્રિયામાં સાથે રહીને પરિવારને સહયોગ આપ્યો હતો.
અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુર્ઘટનામાં જામનગરના શૈલેષભાઈ પરમાર અને નેહલબેન પરમારનું અવસાન થયું હતું. આ કરુણ ઘડીમાં જામનગર જિલ્લા વહીવટી તંત્રએ દિવંગત દંપતીના પરિવારજનોને સંપૂર્ણ મદદ અને સહયોગ પૂરો પાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
જિલ્લા વહીવટી તંત્ર જામનગરના અધિકારીઓએ આ દુર્ઘટનાના સમાચાર મળતા જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ તમામ સૂચનાઓ અન્વયે તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી. તેઓએ દિવંગતોના પરિવારજનોને રૃબરૃ મળીને સાંત્વના પાઠવી હતી અને આ શોકની ઘડીમાં તેમની પડખે ઊભા રહૃાા હતા.
અંતિમ વિધિ સહિતની તમામ અનુસંગિક પ્રક્રિયાઓમાં જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા પરિવારને સંપૂર્ણ મદદ પૂરી પાડવામાં આવી હતી. જેમાં મૃતદેહને જામનગર લાવવાથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની તમામ વ્યવસ્થામાં મદદરૃપ થવાનો સમાવેશ થાય છે. વિશેષરૃપે, શહેર મામલતદારશ્રી પરિવારજનો સાથે અમદાવાદ ગયા હતા. તેઓએ પાર્થિવ દેહ સ્વીકારવાથી લઈ પોલીસ એસ્કોર્ટ સાથે જામનગર સુધી લાવવાની સમગ્ર પ્રક્રિયામાં સાથે રહીને પરિવારને સહયોગ આપ્યો હતો. ઉપરાંત, અન્ય વહીવટી કામગીરીમાં પણ તેઓ પરિવારજનોને મદદરૃપ થયા હતા. વહીવટી તંત્રના આ સમયસર અને સંવેદનશીલ સહયોગથી શોકગ્રસ્ત પરિવારને કપરા સમયમાં ઘણી રાહત મળી હતી.
આ તકે જામનગર જિલ્લા વહીવટી તંત્રએ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી બજાવી, જાહેર વહીવટ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓએ પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી દિવંગત આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial