Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લેબેનોનના હિઝબુલ્લાહનો ઈરાનને ખુલ્લો ટેકોઃ માઈક્રોસોફટની ઓફિસ પાસે પડી મિસાઈલ
વોશિંગ્ટન/તહેરાન તા. ૨૦ઃ યુદ્ધના ૮માં દિવસે ઈરાને ઈઝરાયલ પર કલસ્ટર બોમ્બ ઝીંકી તબાહી મચાવી છે. ઈરાનને હિઝબુલ્લાહે ટેકો જાહેર કર્યો છે. તો ઈરાન પરમાણુ બોમ્બની તૈયારીમાં હોવાનુ અમેરિકા માને છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહૃાો છે. બંને દેશો એકબીજા પર ભારે હુમલો કરી રહૃાા છે. ગુરુવારે (૧૨મી જૂન) રાત્રે ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો જેના બાદ ઇરાને પણ બદલો લીધો. ઈઝરાયલી સેનાએ ગુરુવારે (૧૯મી જૂન) જણાવ્યું હતું કે, 'ઈરાને નાગરિકોને ભારે જાનહાનિ પહોંચાડવાના હેતુથી ક્લસ્ટર બોમ્બ લઈ જતી મિસાઇલ છોડી હતી.
આ યુદ્ધમાં ક્લસ્ટર મિસાઇલોનો ઈરાન દ્વારા પહેલીવાર પ્રયોગ કરાયો હતો.' બીજી તરફ, લેબેનોનના હિઝબુલ્લાહે ખુલ્લેઆમ ઈરાનને ટેકો આપ્યો છે. ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, ઈરાન દ્વારા ઝીંકાયેલી મિસાઇલમાં ઈઝરાયલના મધ્યમાં લગભગ ૪ માઇલ (૭ કિલોમીટર)ની ઊંચાઈએ વિસ્ફોટ થયો હતો, જેના કારણે તેની અંદર રહેલા લગભગ ૨૦ ક્લસ્ટર બોમ્બ ૫ માઇલ (૮ કિલોમીટર)ની ત્રિજ્યામાં વિખેરાઈ ગયા હતા અને તબાહી મચાવી હતી.
ઈઝરાયલ અને ઈરાનના તણાવ વચ્ચે હિઝબુલ્લાહના નેતા શેખ નઈમ કાસિમે ઈઝરાયલ અને અમેરિકાને પડકાર ફેંકતા કહૃાું કે, 'ઈરાનનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ છે અને તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય વિકાસ માટે છે. ઈરાન સામે વૈશ્વિક વિરોધ તેની પરમાણુ મહત્વાકાંક્ષાઓને કારણે નથી, પરંતુ તેનો વિશ્વાસ, જ્ઞાન અને સ્વતંત્રતાના વલણને કારણે છે, જે દબાયેલા લોકોને શક્તિ આપે છે.'
ગઈકાલે ઈરાને દ્વારા ઈઝરાયલના બીરશેબામાં સોરોકા હોસ્પિટલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. જેમાં હોસ્પિટલનો એક ભાગ બળીને ખાખ થઈ ગયો અને ૪૦ લોકો ઈજાગ્રસ્ત થયા. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાત્ઝે આ હુમલા માટે ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈને સીધા દોષી ઠેરવતા કહૃાું કે, 'જે વ્યક્તિ હોસ્પિટલો પર હુમલો કરે છે તે આ દુનિયામાં રહેવાને લાયક નથી.'
અહેવાલો અનુસાર, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ખુલ્લેઆમ અમેરિકાને યુદ્ધમાં મદદ માટે આમંત્રણ આપી રહૃાા છે, ત્યારે રશિયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા આ યુદ્ધમાં કૂદી પડશે, તો તે અત્યંત ખતરનાક પગલું બની રહેશે.
આજે સવારે ઈરાને ઇઝરાયલના શહેર બીર્શેબા પર બેલિસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો હતો. મિસાઈલ માઈક્રોસોફ્ટ ઓફિસ પાસે પડી હતી. જેના કારણે ઘણી કારમાં આગ લાગી હતી. નજીકના ઘરોને પણ નુકસાન થયું હતું. આમાં ૬ લોકો ઘાયલ થયા છે.
મીડિયા અહેવાલો મુજબ આ સતત બીજો દિવસ છે જ્યારે બીર્શેબા શહેર પર મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે પણ ઈરાને બીર્શેબાની એક હોસ્પિટલ પર મિસાઈલ છોડી હતી, જેમાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અમેરિકા માને છે કે ઈરાન પાસે હવે પરમાણુ શસ્ત્રો બનાવવાની સંપૂર્ણ ક્ષમતા છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે ગુરુવારે કહૃાું કે, જો ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમેની આદેશ આપે તો ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે.
લેવિટે કહૃાું કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૃરી બધું છે. હવે તેમને ફક્ત તેમના નેતાના હા પાડવાની રાહ જોવાની છે. તેમણે એમ પણ કહૃાું કે જો ઈરાન આવું કરશે, તો તે ફક્ત ઇઝરાયલ જ નહીં, પરંતુ અમેરિકા અને સમગ્ર વિશ્વની સુરક્ષા માટે ખતરો બનશે.
૭ દિવસના યુદ્ધમાં અત્યાર સુધીમાં ૨૪ ઇઝરાયલી લોકો માર્યા ગયા છે, જ્યારે ૬૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. તે જ સમયે, વોશિંગ્ટન સ્થિત હૃાુમન રાઈટ્સ જૂથે દાવો કર્યો છે કે ઈરાનમાં મૃત્યુઆંક હવે ૬૩૯ પર પહોંચી ગયો છે અને ૧૩૨૯ લોકો ઘાયલ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial