Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ૧૩૯૬ સ્થળો પર વિશ્વ યોગ દિવસની થશે વિવિધાસભર ઉજવણી

જિલ્લા કક્ષાની ઉજવણી જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં થશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦ઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૫ અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ ૧૩૯૬ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે. જેમાં ૩.૩૧ લાખથી વધુ નાગરિકો ભાગ લેશે. કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ જામનગરમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે. જયારે મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી રણમલ તળાવની પાળે થશે. વધુમાં વધુ નાગરિકોને વિશ્વદ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જિલ્લા કલેકટર કેતન ઠક્કર તથા મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે.

પ્રાચીન ભારતની પરંપરા દ્વારા માનવજાતને મળેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી તથા માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૧ ડિસેમ્બર, ૨૦૧૪ ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ૨૧મી જૂન એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોવાથી આ દિવસની પસંદગી કરવામાં આવી. ત્યારબાદ વિશ્વના મોટાભાગના દેશોએ ૨૧મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

આ વર્ષે, ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણી *એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ*ની થીમ પર કરવામાં આવશે. આ ઉપરાંત, ગુજરાત સરકાર દ્વારા *સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત* ની થીમ પણ કેન્દ્રમાં રહેશે. આ ઉજવણી સવારે ૬ઃ૦૦ કલાકથી યોગ પ્રોટોકોલ મુજબ યોગ કરીને કરવામાં આવશે.

આ અંગે જિલ્લા કાલેક્ટરશ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર  ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુએ વિગતો આપતા જણાવ્યું હતું કે જામનગર જિલ્લા તથા મહાનગરપાલિકા તેમજ તમામ તાલુકા તથા નગરપાલિકા કક્ષાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જામનગર જિલ્લા કક્ષાની ઉજવણી રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જામનગર ખાતે અને જામનગર મહાનગરપાલિકા કક્ષાની ઉજવણી રણમલ તળાવ ગેટ નં. ૧ ખાતે યોજાશે.

તાલુકા અને નગરપાલિકા કક્ષામાં કાલાવડ ટાઉનહોલ, ધ્રોલ જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય, જામજોધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જોડિયા શ્રી યુ.પી.વી. કન્યા વિદ્યાલય, લાલપુર વીર સાવરકર હાઈસ્કૂલ અને સિક્કા નગરપાલિકા હાઈસ્કૂલ ખાતે પણ તાલુકા કક્ષાની ઉજવણી થશે.

આ ઉપરાંત, જિલ્લાની દરેક ગ્રામ કક્ષા, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટી, કોલેજો, આઈ.ટી.આઈ., દરેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, આર્મી, નેવી, એરફોર્સના જવાનો, પોલીસ સ્ટેશનો, જિલ્લા જેલ, અને દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય ૧૭ સ્થળોએ પણ ઉજવણી કરાશે, જેમાં અંદાજે ૨૨,૦૦૦ નાગરિકો સહભાગી થશે. સાથે જ, તાલુકા કક્ષાએ ૬ સ્થળોએ, નગરપાલિકા કક્ષાએ ૪ સ્થળોએ, ગ્રામ્ય કક્ષાએ ૧૫૦ સ્થળોએ, ૮૬૫ શૈક્ષણિક સંસ્થાઓ તથા કોલેજોમાં, ૨૫ સ્વૈચ્છિક સંસ્થાઓમાં, ૯૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં, ૨૦૫ પેટા આરોગ્ય કેન્દ્રોમાં, ૨૬ પોલીસ સ્ટેશનો અને જિલ્લા જેલ ખાતે પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે. આમ, સમગ્ર જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ ૧૧માં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં અંદાજે ૩,૩૧,૦૦૦ લોકો જોડાશે.

આ ઉપરાંત, વધુમાં વધુ નાગરિકોને વિશ્વ યોગ દિવસમાં સહભાગી થવા માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી સહિતના અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh