Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખોડિયારનગર તથા નિકાવામાંથી મળી આવ્યો દારૂ:
જામનગર તા. ૨૦ઃ જામનગરના ખીજડિયા બાયપાસ નજીકની સમરસ હોસ્ટેલ પાસેથી ગઈરાત્રે એલસીબીએ બે શખ્સને ઈંગ્લીશ દારૃની ૮૩ બોટલ સાથે પકડી પાડ્યા છે. ખોડિયારનગરમાં એક મકાનમાંથી નાની મોટી ૪૪ બોટલ પોલીસે કબજે કરી છે. નિકાવા પાસે સ્કૂટરમાં બીયરની છ બોટલ લઈને જતો ખંઢેરા ગામનો શખ્સ ઝડપાયો છે.
જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ખીજડિયા બાયપાસ નજીકની સમરસ હોસ્ટેલ પાસેથી ગઈકાલે બેએક વાગ્યે પસાર થતા બે શખ્સને પેટ્રોલિંગમાં રહેલા એલસીબી સ્ટાફે શકના આધારે રોકાવી તલાશી લીધી હતી. ખંભાળિયાના ધરારનગરમાં રહેતા ચંદુભાઈ રવજીભાઈ ઘેડીયા તથા નવીનભાઈ અમૃતલાલ સોનગરા નામના આ શખ્સોના કબજામાંથી ભારતીય બનાવના અંગ્રેજી શરાબની ૮૩ બોટલ મળી આવી હતી. એલસીબીએ દારૃની બોટલ તથા બે મોબાઈલ મળી કુલ રૃા.૫૬,૮૯૫નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને ચંદુભાઈ તથા નવીનભાઈ સામે પંચકોશી એ ડિવિઝનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર-લાલપુર ધોરીમાર્ગ પર ચેલા ગામ નજીક ખોડિયારનગરમાં વિરમ લાલજીભાઈ જેપાર નામના શખ્સના મકાનમાં ગઈરાત્રે પંચકોશી બી ડીવિઝનના સ્ટાફે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ઈંગ્લીશ દારૃની ચાર મોટી બોટલ તથા ૪૦ નાની બોટલ મળી આવી હતી. પોલીસે ૪૪ બોટલ કબજે કરી વિરમ જેપારની ધરપકડ કરી છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામ પાસેથી ગઈરાત્રે પસાર થતાં જીજે-૧૦-ઈએ ૮૦૭૦ નંબરના એક્સેસ સ્કૂટરને રોકાવી પોલીસે તેના ચાલક ખંઢેરા ગામના પ્રતિપાલસિંહ ભરતસિંહ જાડેજાની તલાશી લેતા આ શખ્સ પાસેથી બીયરની છ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા સ્કૂટર કબજે કરી પ્રતિપાલસિંહની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial