Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃદ્ધ બીજું બાઈક ખસેડવા રહ્યા'ને થેલી ગઈઃ
જામનગર તા. ૨૦ઃ ભાણવડના ભેનકવડ ગામના એક વૃદ્ધ ગઈકાલે પોતાના બેંક ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ભાણવડમાં આવ્યા પછી રૃા.૧ લાખની રોકડ એક થેલીમાં મૂકી તે થેલી બાઈકમાં ટીંગાડી બીજુ બાઈક હટાવતા હતા એટલીવારમાં કોઈ શખ્સ તે થેલી ઝૂંટવીને નાસી જતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામના આમદભાઈ ઓસમાણભાઈ હિંગોરા નામના સિત્તેર વર્ષના વૃદ્ધ ગઈકાલે પોતાના મિત્ર અહેમદ કાદરી સૈયદ સાથે ભાણવડમાં આવેલી સેન્ટ્રલ બેંકની શાખામાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા.
આ બંને વ્યક્તિ બેંકમાં ગયા પછી આમદભાઈએ પોતાના ખાતામાંથી રૃા.ર લાખ ઉપાડયા હતા જેમાંથી રૃા.૫૦ હજાર અહેમદ કાદરીને આપ્યા હતા અને રૃા.૫૦ હજાર પોતાના ભાણેજ અમીન આમદના ખાતામાં જમા કરાવ્યા હતા.
બાકી વધેલા રૃા.૧ લાખ કપડાની એક થેલીમાં મૂકી આમદભાઈ બેંકની બહાર નીકળ્યા અને તેઓએ રૃપિયા ભરેલી બેગ પોતાના મોટરસાયકલના સ્ટીયરીંગમાં ટીંગાડી હતી. બાઈક બહાર કાઢતી વખતે તેઓને બીજુ બાઈક નડતા તેઓએ પોતાનું બાઈક મુકી આ બાઈક ખસેડવાનો પ્રયાસ કર્યાે. તે દરમિયાન કોઈ શખ્સ દોડતો આવ્યો હતો અને રૃા.૧ લાખની રોકડવાળી બેગ આમદભાઈના બાઈકમાંથી ઝૂંટ મારીને મેળવી લઈ પલકવારમાં નાસી ગયો હતો. હેબતાયેલા આમદભાઈ કંઈ કરે તે પહેલાં આ તસ્કર નાસી ગયો હતો. ભાણવડ પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial