Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેતીના ઢગલાની બાબતે રિક્ષા ડ્રાઈવર પ્રૌઢને ત્રણ શખ્સે માર માર્યાેઃ
જામનગર તા. ૨૦ઃ જામનગરના ભીમવાસમાં રહેતા એક રિક્ષા ડ્રાઈવર પ્રૌઢે રેતીનો ઢગલો સાઈડમાં કરવાનું કહેતા થયેલી બોલાચાલી પછી ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે કાલાવડમાં પુલ પર બેસવાની બાબતે ત્રણ શખ્સે એક યુવાનને છરી હુલાવી દીધી હતી.
જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.૧માં રહેતા રિક્ષા ડ્રાઈવર નાનજીભાઈ દુદાભાઈ પરમાર ગઈકાલે સવારે પોતાના ઘર પાસેથી રિક્ષા લઈને નીકળ્યા ત્યારે રોડ પાસે પડેલા રેતીના ઢગલાને સાઈડમાં રાખવાનું કહેતા ત્યાં જ વસવાટ કરતા લાલા પ્રભુભાઈ વાઘેલાએ પોતાનું વાહન નાનજીભાઈની બાજુમાંથી કાઢયું હતું. તે પછી થયેલી બોલાચાલી પછી લાલા તથા તેની સાથે રહેલા બે અજાણ્યા શખ્સે ગાળો ભાંડી ધોકાથી નાનજીભાઈ પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
કાલાવડ તાલુકાના મીઠી વિરડી ગામના દેવેન રાજુભાઈ કીલાણીયા ગઈરાત્રે ગામના પુલ પર પોતાના સ્કૂટર પર બેસીને વાગ્દત્તા સાથે મોબાઈલમાં વાત કરતા હતા ત્યારે કાશ્મીરપરામાં રહેતો મનોજ દિનેશભાઈ ગોહેલ, હીરેન મનસુખભાઈ કાનાણી ઉર્ફે કાંચો તથા વિશાલ નામના ત્રણ શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ અહીં કેમ બેઠો છો તેમ કહી ગાળો ભાંડ્યા પછી હીરેને છરીથી હુમલો કર્યાે હતો. દેવેને નાસી જવાનો પ્રયત્ન કરતા મનોજ તથા વિશાલે તેને પકડી લીધો હતો અને દેવેનને બગલની નીચે છરીનો ઘા ઝીંકી દેવામાં આવ્યો હતો. સારવારમાં ખસેડાયેલા આ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial