Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોર્ડના પ્રારંભે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૃપાણી સહિત વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ
આ ઉપરાંત ચાર અધિકારીને બઢતી આપવાની કમિશનરની દરખાસ્તમાં બે અધિકારી સામે વિપક્ષના રાહુલ બોરીચાએ વિરોધ નોંધાવ્યો હતો. આ સિવાય સર્વાનુમતે દરખાસ્તને મંજુરી આપવામાં આવી હતી. જયારે સમાણા રોડ ઉપર બ્રીજ બનાવવા સામે જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે નવા બનાવાયેલા અટલ બિહારી વાજપેયી ભવનમાં મળી હતી. સભાની શરૃઆતમાં જ પત્રકારો માટેની ગેલેરી ઉપરના ભાગે બનાવાઈ હોવાથી અને ફોટોગ્રાફર/ વીડીયો ગ્રાફર મીડિયા પર્સનને ઉપર ગેલેરીમાં સ્થાન મેળવવાને મોખરે જણાવતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. આખરે ફોટા-વીડીયો માટેના મીડિયા પર્સનની નિચેના સ્થળે જ બેઠક વ્યવસ્થા કરવામાં આવતા મામલો થાળે પડયો હતો.
આ પછી ચાર અધિકારીઓ ચિફ એકાઉન્ટ ઓફિસર જીગ્નેશ નિર્મળને આસી. કમિશનર (ટેક્ષ), ઈ.ડી.પી. મેનેજમેન્ટ મુકેશ વરણવાને આસી. કમિશનર (વહીવટ) ઈન્ચાર્જ ચિફ ઓડીટર કોમલબેન પટેલને ચિફ એડીટર અને નરેશ પટેલને કાર્યપાલક ઈજનેર (હેનેજ) તરીકે બઢતી આપવાની કમિશનરની દરખાસ્ત અન્વયે વિપક્ષે ચર્ચામાં ભાગ લીધો હતો. આખરે વિપક્ષના રાહુલ બોરીચાએ બે દરખાસ્ત સામે વિરોધ કર્યો હતો. બાકી દરખાસ્તને સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.
બોર્ડની શરૃઆતમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિતના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સામાન્ય સભાની શરૃઆતમાં ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના આનંદ રાઠોેડ જવાબ માંગ્યો હતો કે, મહાનગર પાલિકાની પોતાની સિકયોરીટી છે કે કેમ ? શા માટે પોલીસને સભાગૃહમાં બંદર બોલાવવામાં આવે છે.
રાહુલ બોરીચાએ તમામ ચાર અધિકારીની બઢતી માટેની લાયકાત જણાવવા માંગ કરી હતી. વિપક્ષના અલ્તાફ ખફી, જેનબબેન ખફી, અસ્લમ ખીલજી વગેરેએ કહ્યુ હતું કે બઢતી સામે વાંધો નથી. પરંતુ અન્ય નિમણૂકમાં પણ નિયમ જાળવવો જોઈએ. રચનાબેન નંદાણીયાએ કહ્યુ હતું કે, ગાર્ડન શાખામાં અને યુસીડી શાખામાં કોઈ સક્ષમ અધિકારીને નિમણૂક આપવામાં આવે તો અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે, આવતા બોર્ડમાં મીડીયા કર્મચારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં તેમ ધ્યાન રાખવા વિપક્ષના અસ્લમ ખીલજીએ પણ ચર્ચામાં ભાગ લેતા બોર્ડમાં જણાવ્યુ હતું કે, ભૂતકાળમાં ડીડીટી છાંટતા કર્મચારી ડીએમસીનો આજે સંભાળવા સુધી બઢતીથી પહોંચ્યા હતા. લાગવગથી નહી લાયકાતથી બઢતી આપવામાં આવે તે જરૃરી છે.
વિપક્ષના અને સતા પક્ષના કેટલાક કોર્પોરેટરોએ પૂર્વ એસ્ટેટ અધિકારી સુનિલ ભાનુશાળીને પણ બઢતી આપવામાં આવે તેવી માંગણી કરી હતી. તેના જવાબમાં ચેરમેન નિલેષ કગથરાએ જવાબ આપ્યો હતો કે, સેટ અપમાં પોસ્ટ જ ન હોય તો કયાં સમાવેશ કરવો. ? આનંદ રાઠોડે કહ્યું હતું કે, બઢ્તી સારી બાબત છે. પરંતુ ભરતી કેમ થતી નથી ? ટેકસ શાળામાં ચાર ઝોન પાડી દરેક ઝોન અધિકારીનો નિમણૂક આપો. વિપક્ષના ફુરકાન શેખએ પ્રશ્ન કર્યો હતો કે, ચાર અધિકારીને બઢતીની દરખાસ્ત સરકાર મંજુર નહીં કરે તો ? રોસ્ટર રજીસ્ટર નિભાવાયુ છે. આ નિયમ ભંગ છે. ખોટું છે.
આ પછી સમાણા માર્ગે રંગમતિ નદી ઉપર બ્રિજ બનાવવાની દરખાસ્તમાં વિપક્ષે ભારે હોબાળો મચાવી ચર્ચા કરી હતી.
અલ્તાફ ખફી અને આ બ્રીજ સામે વિરોધ કર્યો હતો. તો અસ્લમ ખીલજીએ કહ્યુ હતુ કે, એક તરફ પાણી ભરાવવાની સમસ્યા સામે પાડતોડ કરવામાં આવે છે. બીજી તરફ બ્રીજ નિર્માણ શા માટે ? કરોડોની જમીન બિનખેતી થાય તેનું આ કારસ્તાન હોવાનું લાગે છે. અલ્તાફ ખફી અને જેનબબેન ખફીએ પણ આ બ્રીજ સામે વાંધો ઉઠાવ્યો હતો આખરે વિપક્ષના વિરોધ સાથે એજન્ડા મંજુર કરાયો હતો.
આ પછી વિપક્ષને દરખાસ્ત મુકી હતી કે, સર્વિસ યુઝર્સ ચાર્જ અને વેરા ભરતા સ્લમ વિસ્તારના મકાનને રેગ્યુલાઈઝ કરવામાં આવે છે.
જયારે ભાજપના જ અમુક કોર્પોરેટરોએ દરેડ ઉદ્યોગ નગરના ટેકસ પ્રશ્ને વ્યાજ માફી આપવામાં આવે તેવી માંગણી કરતા વિપક્ષે ફરી વિરોધ કર્યો હતો. અલ્તાફ ખફીએ કહ્યું હતું કે કોર્ટમાં તેઓ હારી ગયા છે. તેના માટે આટલી લાગણી શા માટે આખરે તમામને વર્ષ ૨૦૦૬ પહેલાની બાકી વેરા રકમમાં વ્યાજ માફી આપવા નિર્ણય કરાયો હતો.
સભાની શરૃઆતમાં વિપક્ષના રચનાબેન નંદાણીયાએ સભાગૃહમાં પ્રવેશ સમયે ભાજપ હાય... હાય..., કમિશનર હાય... હાય... ના નારા લગાવ્યા હતાં. આખરે વિપક્ષના હોબાળા વચ્ચે સભા પૂર્ણ થઈ હતી.
પર્સનલ એટેક ગણી નારાજગી દર્શાવી કમિશ્નર પણ સભાગૃહ છોડી જતા રહ્યા
જામનગર મહાનગરપાલિકા ની આજે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના આનંદ રાઠોડે કમિશ્નરને સવાલ કર્યો કે આપ આઈએએસ અધિકારી પાસ થઈને બન્યા છો કે બઢતી થી ? આથી કમિશ્નર ડી.એન.મોદી નારાજ થયા હતા. અને પર્સનલ એટેક નહીં કરવાનું જણાવી સભા છોડીને ચાલ્યા ગયા હતા. કમિશ્નરના બ્લેક આઉટથી બાકીના પણ તમામ અધિકારીઓ સભાગૃહ છોડી જતા રહેતા અધિકારી વગર બોર્ડ ચાલતું જોવા મળ્યું હતું. તેમાં પણ તેમણે સર્કસના જોકરનો દાખલો આનંદ રાઠોડે આપતા કમિશ્નરને માઠું લાગી ગયું હતું. અને મને જોકર કહ્યો તેમ કહીને તેઓ સભાગૃહ છોડી ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial