Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂતકાળમાં ખંભાળીયામાં વિવિધ પોસ્ટ પર ઉત્તમ સેવાઓ આપી ચૂકેલા
ખંભાળીયા તા. ર૩ઃ ખંભાળીયામાં વર્ષો પહેલા નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવેલ તથા ાલિકાના વહીવટદાર તરીકે ફરજ બજાવનાર તથા હાલ યુવક અને સાંસ્કૃતિક વિભાગના કમિશ્નર આઈ.એ.એસ. બી.જી. પ્રજાપતિ ગઈકાલે ખંભાળીયા આવ્યા હતાં. તેમણે ખંભાળીયાના વિકાસ વિષે જાણકારી મેળવી હતી.
બી.જી. પ્રજાપતિ પાલિકા વહીવટદાર હતાં ત્યારે તેમણે ખંભાળીયાનો ઘી ડેમ ઉંડો ઉતારવા તથા કાંપ કાઢવા નોંધપાત્ર કામગીરી કરી હતી તથા સ્થાનિક સંસ્થાઓની મદદથી ઘી નદીને ઊંડી ઉતારવા તથા મહાપ્રમુજી બેઠકનો રસ્તો વૈષ્ણવોને તકલીફ પડતી હોય, એક જ દિવસમાં બનાવવાનું રેકોર્ડ કાર્ય કર્યુ હતું તથા તે સમયે ઓકટ્રોય વસુલાત એટલી કરી હતી કે, આજે તેના વિકલ્પરૃપે ખંભાળીયા પાલિકાને ૪પ લાખ રૃપિયાની માસિક સરકારમાંથી આવક થાય છે.
ખંભાળીયાની મૂલાકાત વખતે આ આઈ.એ.એસ. અધિકારી બી.જી. પ્રજાપતિએ પાલિકા પ્રમુખ તથા પાલિકા કારોબારી ચેરમેન સાથે પાલિકાના વિકાસકાર્યો અંગે ભવિષ્યના આયોજન અંગે તથા જુદા-જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરીને જાણકારી પણ મેળવી હતી તથા જુના સંસ્મરણો - યાદોને વાગોળી હતી તથા પાલિકા વિસ્તારના જુના અગ્રણીઓએ તેમને સારા કાર્યો અગે યાદ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag