Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બોટલની લેતીદેતી કરતા બે ઝડપાઈ ગયાઃ
જામનગર તા.૨૫ ઃ જામનગરના જાગૃતિનગરમાં આવેલા એક મકાનમાંથી પોલીસે શરાબની બાર બોટલ કબજે કરી છે. કૃષ્ણનગર પાસેથી બે શખ્સ બોટલની લેતીદેતી કરતા મળી આવ્યા છે અને દેશી દારૃની બે ભઠ્ઠી ઝડપાઈ ગઈ છે.
જામનગરની ખોડિયાર કોલોની સામે આવેલી નિલકમલ સોસાયટી પાસે આવેલ જાગૃતિનગરની શેરી નં.૩ સ્થિત હરપાલસિંહ રઘુવીરસિંહ જાડેજાના મકાનમાં ગઈકાલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડતા તે મકાનમાંથી અંગ્રેજી શરાબની બાર બોટલ મળી આવી છે. દરોડા પહેલા આરોપી પલાયન થયો હતો.
જામનગરની કૃષ્ણ કોલોની વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે ચિરાગ દિનેશભાઈ વિરાણી અને મિતુલ ગંગદાસ વાટલીયા નામના બે શખ્સ શરાબની બોટલની લેતી દેતી કરતા પોલીસના સકંજામાં આવી ગયા હતા. પોલીસે બોટલ કબજે કરી બંને સામે કાર્યવાહી કરી છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં આવેલા કુંવરબેન કાનાભાઈ વિજાણી નામના મહિલાના ઝૂંપડામાંથી દેશી દારૃની ભઠ્ઠી મળી આવી છે. જ્યારે નજીકમાં જ આવેલા ભીખુ રણમલભાઈ સોરીયાના ઝૂંપડામાંથી પણ પોલીસે દેશી દારૃની ભઠ્ઠી પકડી પાડી છે. બંને સ્થળેથી તૈયાર દેશી દારૃ, આથો તથા ભઠ્ઠીના સાધનો કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag