Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે રેંકડી કબજેઃ ભિક્ષુકોને સેલ્ટર હોમમાં ખસેડવા ખુદ મેયર મેદાનમા !
જામનગર તા. રપઃ જામનગરમાં જાહેર માર્ગો ઉપરથી રેંકડીના દબાણ દૂર કરાવી, ઉપરાંત જાહેર માર્ગે વસવાટ કરી ગંદકી ફેલાવતા ભિક્ષુકોને પણ સેલ્ટર હોમમાં લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી માટે ખુદ મેયર મેદાનમાં ઉતર્યા હતાં અને એસ્ટેટ શાખાએ આ કામગીરી કરી હતી. જામનગરમાં રેંકડીધારકો ટ્રાફિકને અડચણરૃપ જાહેર માર્ગે જમા રહે છે તેમજ કેટલાક દુકાનદારો પણ પોતાનો માલ સામાન બહાર રાખી ટ્રાફિક સમસ્યા ઊભી કરે છે.
આથી જામનગરના મેયર બિનાબેન કોઠારી ગઈકાલે રાત્રે ખુદ મેદાનમાં ઉતર્યા હતાં અને એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિત અને તેની ટીમ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. આ સમગ્ર રૃટ ઉપર મેયરે પગપાળા ફરીને કામગીરી ઉપર દેખરેખ રાખી હતી. શહેરના વિરલ બાગથી આ દબાણ હટાવ ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું અને ડીકેવી, સેન્ટ આન્સ, જી.જી. હોસ્પિટલ સહિતના પીએન માર્ગે જાહેરમાં ખડકાયેલી રેંકડીઓને દૂર ખસેડી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. આ સમયે બે રેંકડીઓ પણ કબજે લેવામાં આવી હતી, જ્યારે વિરલ બાગ નજીક જાહેર રોડ ઉપર રાતવાસો કરનારાઓને બસ મારફત રેન બસેરા (સેલ્ટર હોમ) માં લઈ જવામાં આવ્યા હતાં. ઉપરાંત દુકાનની બહાર ખડકાયેલ સામાન પણ ઉપડાવી લેવાની સૂચના આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag