Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયા ગ્રામ પંચાયતનું બજેટ નામંજુર થતા વર્તમાન બોડી પર લટકતી તલવારઃ ગરમાવો

અન્ય કેટલાક ઠરાવો પણ પસાર થયા નહીં

ભાટીયા તા. રપઃ ભાટીયા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં વર્ષ-ર૦ર૩-ર૪ નું બજેટ તથા અન્ય ઠરાવો નામંજુર થતા પંચાયતમાં સખળ-ડખળ સાથે ભારે ગરમાવો આવ્યો છે જે પંચાયત બોડી પર લટકતી તલવાર જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે.

જામકલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામની ગ્રામ પંચાયતની સામાન્ય સભા ગઈકાલે સરપંચ હેમલતાબેન હમીરભાઈ ભાંભીના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં તાલુકા વિસ્તરણ અધિકારી સુરેન્દ્રસિંહ ચુડાસમા તથા તલાટી કમ મંત્રી સરવૈયાભાઈની ઉપસ્થિતિમાં ભાટીયા ગ્રામ પંચાયતની સામાન્ય સભા મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં વર્ષ ર૦ર૩-ર૦ર૪ ના બજેટને મંજુરી આપવામાં આપવા બાબત તેમજ ગત બેઠકની કાર્યવાહી નોંધના વાચન એ અન્ય ઠરાવો મિટિંગ સભામાં કાર્યસૂચિમાં હતાં. જે મિટિંગમાં ગ્રામ પંચાયતના ચૂંટાયેલા કુલ ૧૯ સભ્યો હાજર રહેલા, તેમાં ૧૧ સભ્યો બજેટ અને અન્ય ઠરાવોથી વિરૃદ્ધ રહેતા છેલ્લા ઘણાં સમયથી ભારે વિવાદમાં ચાલતી ભાટીયા ગ્રામ પંચાયતનું આખરી બજેટ બહુમતીથી નામંજુર થતા પંચાયતમાં સખળ-ડખળ સાથે ભારે ગરમાવો આવી ગયો છે.

આગામી દિવસોમાં સરપંચશ્રી તથા લાગુ પડતા તે ઉચ્ચકક્ષાએ સાંભળવવાની તક આપ્યા બાદ નિર્ણય થશે તેમ ટીડીઓ ડગરાએ જણાવેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh