Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃપિયા દોઢ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે છ પકડાયાઃ
ખંભાળિયા તા.૨૫ ઃ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પવનચક્કીના અનેક ટાવરોમાંથી કોપર વાયર, ઓઈલની ચોરી કરતી ગેંગના છ શખ્સને એલસીબીએ પકડી પાડી રૃપિયા દોઢ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી કેટલીક પવનચક્કીઓના ટાવરોમાંથી અર્થિંગ વાયરોની ચોરીની છેલ્લા એકાદ મહિનામાં ઉઠેલી બૂમ વચ્ચે દેવભૂમિ દ્વારકા એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ ભાર્ગવ દેવમુરારી ની રાહબરી હેઠળ ટીમ રચવામાં આવી હતી. તે ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ કરવા ઉપરાંત પોકેટ કોપ, ઈ-ગુજકોપ વગેરે એપમાં સર્ચ કામગીરી કરી હતી.
તે દરમિયાન ખંભાળિયાના વાડીનાર વિસ્તારમાં છ શખ્સની શંકાસ્પદ હિલચાલ અંગે બાતમી મળતા ત્યાં દોડી ગયેલી એલસીબી ટીમે નવાઝ જુમા દેથા, રફીક અયુબ સુંભણીયા, ઈકબાલ મુસા સુંભણીયા, હારૃન જુનસ જેડા, કાંતિલાલ ઉર્ફે રાજુ પરબત માંગરીયા, આમીન સુલેમાન ખફી નામના છ શખ્સને અટકાયતમાં લીધા હતા. આ શખ્સોએ ૨૭૩ કિલો વજનના કોપર વાયર, ચાર મોબાઈલ, ૫૦ લીટર ઓઈલ જેવું પ્રવાહી, વજનકાંટો, એક બાઈક, તણી તથા રૃા.૧૨,૮૧૦ રોકડા કાઢી આપતા એલસીબીએ રૃા.૧,૬૮,૮૫૬નો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા આ ટોળકીએ ખંભાળિયા, દ્વારકા તેમજ લાલપુરમાં બે વાયરચોરી ની કબૂલાત કરી છે.
પકડાયેલા આરોપી નવાઝ સામે જામનગર તથા દ્વારકા જિલ્લામાં ચોરીના સોળ અને આમીન ખફી સામે ચોરીના ખંભાળિયામાં ત્રણ ગુન્હા નોંધાયેલા છે. આ ગેંગના સાતમા શખ્સ વાડીનારના મહેબુબ ઉર્ફે ડાડીયાની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag