Advertisement
Author: નોબત સમાચાર

નશાખોરોને બિન્દાસ્ત રખડવાની છૂટ અને વેપારીઓ પર પોલીસની પાબંદી

ઓખા પોલીસની નવી રણનીતિથી નાગરિકોમાં રોષઃ

ઓખા તા.૨૫ ઃ ઓખો જગથી નોખો કહેવતને સમર્થન આ૫તી કામગીરી હાલમાં ઓખા પોલીસ દ્વારા હાથ ધરાતા તર્ક-વિતર્ક ઉભા થયા છે. નશાખોરોને બિનદાસ્ત રહેવાની છૂટ આપતી પોલીસ વેપારીઓને જુદી જુદી રીતે હેરાન કરી રહી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં તાજેતરમાં ૫ોલીસ દ્વારા જાણે કે નવી રણનીતિ અપનાવવામાં આવી છે. જેમાં દેશી કે વિદેશી દારૃનો નશો કરનાર શખ્સોને જાહેરમાં ઝૂમવાની છૂટ મળી છે અને વેપારીઓને જુદી જુદી રીતે પજવવામાં આવી રહ્યા છે.

ઓખાના માર્ગાે પર નશાખોરો પોલીસની નવી રણનીતિ અંતર્ગત બેફામ બની સરાજાહેર ઝૂમતા જોવા મળી રહ્યા છે. જ્યારે વેપારીઓ પ્રત્યે રાગદ્રેષ હોય તેમ વેપારીઓને કોઈને કોઈ બહાના હેઠળ હેરાન કરવામાં આવી રહ્યા છે. ત્રણેક દિવસ પહેલા ઓખાના એક વેપારી બજારમાંથી પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે અચાનક જ રસ્તામાં ભેટી ગયેલી પોલીસે તે વેપારીનો મોબાઈલ છીનવી લઈ આ વેપારીએ નશો કર્યાે હોવાનું જણાવી તેને પોલીસ મથકે ખસેડ્યા હતા.

ત્યારપછી આ વેપારીએ નશો ન કર્યાે હોવાનું ખૂલતા ઘાંઘી થયેલી પોલીસે તે વેપારીને જવા સૂચના આપી હતી. પોલીસની આવી નીતિ-રીતિથી વેપારીઓમાં રોષ પ્રસર્યાે છે.

વેપારી આગેવાનોનું આ મુદ્દે સૂચક મૌન પણ ચર્ચાની એરણે

ઉપરોક્ત બનાવે વેપારીઓમાં રોષ ઉપજાવ્યો છે ત્યારે વેપારીઓની આગેવાની કરતા નેતાઓ આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠા હોય તેઓના આ વલણે પણ આશ્ચર્ય જન્માવ્યું છે. પખવાડિયા પહેલા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ અંગે એક વેપારી પર પિતા-પુત્રએ હુમલો કરતા પોલીસ સ્ટેશને દોડી જઈ રજૂઆત કરનાર વેપારી આગેવાનો ત્રણ દિવસ પહેલા એક વેપારીને આવી રીતે પોલીસે ખોટી કનડગત કરી હોવા છતાં મૌન રાખ્યું હોય, વેપારીઓ તેને સૂચક માની રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh