Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે દરગાહમાંથી લોખંડનો ડેલો ચોરનાર શખ્સ પોલીસની ગિરફતમાં

ચોરાઉ ડેલો કરાયો કબજેઃ

જામનગર તા.રપ ઃ ખંભાળિયાના પોરબંદર રોડ પર એક દરગાહમાંથી લોખંડનો ડેલો ચોરાઈ ગયો હતો. પોલીસે ચોરાઉ ડેલા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

ખંભાળિયા-પોરબંદર રોડ પર આવેલી હઝરત આશાબા પીરની દરગાહમાંથી લોખંડના ડેલાની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ થયા પછી ખંભાળિયા પોલીસે હાથ ધરેલી તપાસમાં ખંભાળિયાના શક્તિ નગર પાસે શિરૃ તળાવ નજીક રહેતા લક્ષ્મણ ભીખુભાઈ પરમાર નામના શખ્સના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

તે મકાનમાંથી લોખંડનો ડેલો મળી આવ્યો હતો. લક્ષ્મણ પરમારની અટકાયત કરી પોલીસે પૂછપરછ કરતા તેણે ડેલો ચોર્યાની કબૂલાત કરી છે. આ શખ્સ રખડતા ભટકતા રહી મંદિર, મસ્જિદોમાંથી ચોરી કરવાની આદત ધરાવે છે. ડેલો કબજે કરી આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh