Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈની ડોંગરીમાંથી ખરીદાયું હતું ડ્રગ્સઃ પૂર્વ બાતમીના આધારે એસઓજીની કાર્યવાહીઃ
જામનગર તા.૨૫ ઃ જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી ગઈકાલે એસઓજીએ પૂર્વ બાતમીના આધારે લાલવાડી આવાસમાં રહેતા એક દંપતીને રૃા.૬ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યું છે. આ દંપતી મુંબઈની ડોંગરીમાંથી ડ્રગ્સ લઈને જામનગરના શખ્સને આપવા આવતું હતું. એસઓજીએ રૃપિયા પોણા સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના સંદીપ ચુડાસમા, રાજેશ મકવાણા, હર્ષદભાઈ ડોરીયાને બાતમી મળી હતી કે, જામનગરન ું એક દંપતી રાજકોટ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં કેફી પદાર્થ લઈને આવી રહ્યા છે અને આ દંપતી ખીજડિયા બાયપાસ ઉતરી જવાનું છે.
તે બાતમીથી પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ ગઈકાલે સાંજે ખીજડિયા બાયપાસ પાસે એસઓજી સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક બસમાંથી ઉતરીને ચાલ્યા જવાની તજવીજ કરતા સલીમ કાદર લોદી અને તેના પત્ની રેશ્માબેન સલીમ લોદીને રોકવામાં આવ્યા હતા. આ દંપતીની તલાશી લેવાતા તેઓના કબજામાંથી મેફેડ્રોન ડ્રગ્સનો સાંઈઠ ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો.
અંદાજે રૃા.૬ લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો અને રૃા.૭૦ હજારના ત્રણ મોબાઈલ, રૃા.૩૨૯૦ રોકડા મળી કુલ રૃા.૬,૭૩,૩૪૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
લાલવાડી વિસ્તારમાં આવાસમાં રહેતા આ દંપતીને એસઓજી કચેરીએ ખસેડી પૂછપરછ હાથ ધરાતા તેઓ ઉપરોક્ત ડ્રગ્સ મુંબઈથી લઈને આવતા હોવાનું ખૂલ્યું છે. મુંબઈના ડોંગરી વિસ્તારમાં આવેલી મનિષ માર્કેટ પાછળ રેલવેના પાટા નજીક જોન નામથી ઓળખાતા નાઈઝીરીયન શખ્સ પાસેથી આ દંપતીએ પોતાના મિત્ર સમીર ઈકબાલ સમા માટે ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો અને તે ડ્રગ્સ સાથે જામનગર આવતી વેળાએ એસઓજીએ પકડી પાડ્યા હતા. એસઓજીના પીએસઆઈ જે.ડી. પરમારે ખુદ ફરિયાદી બની સલીમ તથા તેના પત્ની રેશ્માબેન ઉપરાંત ડ્રગ્સના સપ્લાયર જોન અને ડ્રગ્સ જેના માટે લાવવામાં આવ્યું હતું તે સલીમ ઈકબાલ સમા સામે પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. બાકીના બે શખ્સની શોધ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, સલીમ કાદર લોદી અગાઉ વર્ષ ૨૦૧૮માં માદક કેફી દ્રવ્યના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. તે પછી ગઈકાલે બીજી વખત આ શખ્સ ડ્રગ્સ સાથે પકડાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag