Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં બે વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓની સંખ્યા ૨૨૭૬ થઈઃ ૧૬૦ ટકાનો ઉછાળો

સાંસદ પરિમલભાઈ નથવાણીને કેન્દ્રીય મંત્રીનો જવાબ

જામનગર તા. ૨૫ઃ ગુજરાતમાં સ્ટાર્ટઅપની નોંધણીમાં છેલ્લા બે વર્ષમાં ૧૬૦% નો ઉછાળો થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રીએ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં વિસ્તૃત વિગતો આપી હતી.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં ૧૬૦%નો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં  વર્ષ ૨૦૨૦માં ૮૭૩ કંપનીઓને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત હતી, જે સંખ્યા વર્ષ ૨૦૨૨માં ૨,૨૭૬ કંપનીઓ સુધી પહોંચી હતી.

રાષ્ટ્રીય સ્તરે, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) દ્વારા સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા ૨૦૨૦ માં ૧૪,૪૯૮ થી વધીને ૮૩% નો વધારા સાથે ૨૦૨૨ માં ૨૬,૫૪૨ થઈ. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમ પ્રકાશે રાજ્યસભામાં ૨૪ માર્ચ, ૨૦૨૩ ના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી. ગૃહમાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં ડીપીઆઈઆઈટી દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની સંખ્યા ૨૦૨૦ માં ૮૭૩, ૨૦૨૧ માં ૧,૭૦૩ અને ૨૦૨૨ માં ૨,૨૭૬ હતી, જ્યારે ગુજરાતમાંથી ૫૯૨ કંપનીઓને ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે  એટલે કે સ્ટાર્ટઅપ્સ તરીકે માન્યતા પ્રાપ્ત કંપનીઓની કુલ સંખ્યા ૫,૪૪૪ કંપનીઓ સુધી પહોંચી છે.

રાષ્ટ્રીય સ્તરે, ડીપીઆઈઆઈટી દ્વારા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સની સંખ્યાના સંદર્ભમાં ગુજરાત તમામ રાજ્યોમાં પાંચમા ક્રમે છે. ૨૦૧૬માં સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ શરૂ થઈ ત્યારથી, ડીપીઆઈઆઈટીએ ૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ૯૨,૬૮૩ એકમોને સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપી છે. ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં (૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨) અને વર્તમાન વર્ષમાં (૨૮મી ફેબ્રુઆરી ૨૦૨૩ના), કુલ ૬૭,૨૨૨ કંપનીઓને ડીપીઆઈઆઈટી દ્વારા સ્ટાર્ટઅપ તરીકે માન્યતા આપવામાં આવી છે,

સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, સેક્ટર મુજબ આઈટી સર્વિસીમાં સૌથી વધુ ૭,૫૮૭ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે, ત્યારબાદના ક્રમે ૬,૪૫૯ સાથે હેલ્થકેર અને લાઇફ સાયન્સ અને ૪,૧૬૪ સ્ટાર્ટઅપ્સ નોંધણી સાથે શિક્ષણ આવે છે, તેમ સોમ પ્રકાશે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે નથવાણીએ છેલ્લા ત્રણ વર્ષમાં અને ચાલુ વર્ષમાં દેશમાં નોંધાયેલા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા, તે જ સમયગાળા દરમિયાન યુનિકોર્ન બનેલા સ્ટાર્ટ-અપ્સની સંખ્યા અને દેશમાં સ્ટાર્ટ-અપ કલ્ચરને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી ઉપલબ્ધ બનાવવા વિનંતી કરી હતી.

કેન્દ્રીય મંત્રીના નિવેદન મુજબ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પહેલ હેઠળ સરકાર દેશમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના વિકાસ અને વૃદ્ધિ માટે સતત વિવિધ પ્રયાસો હાથ ધરે છે. વધુમાં ઉમેર્યું હતું કે, ફ્લેગશિપ સ્કીમ્સ જેમ કે, ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (એફએફએસ), સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (એસઆઈએસએફએસ) અને ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર સ્ટાર્ટઅપ્સ (સીજીએસએસ) સ્ટાર્ટઅપ્સને તેમની બિઝનેસ સાઇકલના વિવિધ તબક્કામાં સપોર્ટ કરીને એક એવા સ્તર સુધી પહોંચવામાં મદદ કરે છે જ્યાં તેઓ એન્જલ ઇન્વેસ્ટર્સ અથવા વેન્ચર કેપિટાલિસ્ટ્સ પાસેથી ભંડોળ ઊભું કરી શકે અથવા કમર્શિયલ બેંક અથવા નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા માટે સક્ષમ બને.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh