Advertisement
Author: નોબત સમાચાર

સમસ્ત ગાગીયા પરિવાર દ્વારા હરીદ્વારમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ તથા યાત્રા દર્શન

જામનગર તા. રપઃ જામનગરના ગાગીયા પરિવાર દ્વારા હરિદ્વારમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા યાત્રા દર્શનનું તા. ર૬-૦૩-ર૦ર૩ થી ૦૧-૦૪-ર૦ર૩ના આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ હરિદ્વારમાં સતપાલ મહારાજ, પ્રેમનગર આશ્રમમાં યોજવામાં આવી છે. ગાગીયા પરિવાર દ્વારા ર૩-૩ના મીયાત્રા (જી. જામનગર)થી અંદાજે પપ૦ જેટલા ભાવિકો આ યાત્રામાં જોડાયા છે. હાર્દિકભાઈ જોશી કથાનું રસપાન કરાશે. આ અગાઉ પણ ગાગીયા પરિવાર દ્વારા શ્રી ગેલધામ મોટી ભલસાણમાં ર૦૧૮માં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતી પછી તમામ ભાવીકોને યાત્રા દર્શનમાં ગોકુલ, મથુરા, બરસાના, પુષ્કરરાય, અંબાજી, મોઢેરા સૂર્યમંદિર, સહિત અનેક સ્થળે યાત્રા કરાવવામાં આવશે. આ યાત્રામાં ભોજનના દાતા ભાવેશભાઈ (બાદશાહ), હરેશભાઈ, કે.બી. ગાગીયા, રાજુભાઈ, દેવાયતભાઈ, વિપુલભાઈ, લુણાભાઈ તેમજ અન્ય લોકોએ પણ બહોળો ફાળો આપેલ છે. આ સમગ્ર યાત્રાદર્શન તેમજ શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી ગેલકૃપા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh