Advertisement
Author: નોબત સમાચાર

રાહુલ ગાંધી ઝડપથી ફરીથી સાંસદ ગજવતા જોવા મળશેઃ પ્રત્યાઘાતો

શરદ પવારે ઈવીએમની યોજેલી બેઠક પછી શું ?

નવી દિલ્હી તા. ૨૫ઃ શરદ પવારે ઈવીએમ મશીનોની સુરક્ષાને લઈને વિપક્ષી નેતાઓની બોલાવેલી બેઠકમાં પણ વિપક્ષી એક્તાની દિશામાં પ્રગતિ થઈ રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હતું. આ મિટિંગમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ), સીપીઆઈ, ટીઆરએસ, સમાજવાદી પાર્ટી વગેરે પાર્ટીઓના નેતાઓ જોડાયા હતાં.

કપિલ સિબ્બલે ઈવીએમ અંગે કહ્યું કે, લોકોને આ મુદ્દે મુંઝવતા પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર ચૂંટણી પંચ આપી રહ્યું નથી, જો કે તેમણે કહ્યું કે ઈવીએમ પર શંકા જડમૂળથી નાબૂદ થવી જરૃરી છે, પરંતુ તે માટે ચૂંટણીપંચે આગળ આવીને લેખિતમાં સ્પષ્ટ અને સંતોષકારક જવાબો આપીને આ વિવાદ પર જ પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ! ઈવીએમમાં ગરબડ થઈ શકે છે તે સ્વીકારીને સુધારા-વધારા કરવા જોઈએ, તેવા પ્રત્યાઘાતો સામે પણ ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ દિગ્વિજયસિંહે કહ્યું કે, ઈવીએમમાં મૂકાતી મલ્ટીપલ પ્રોગ્રામેબલ ચિપ પર આશંકાઓ ઊઠી રહી છે, અને જેમાં ચિપ હોય તે મશીન હેક કરી શકાતું હોવાથી ઈવીએમ પર આશંકા વધુ દૃઢ બને છે.

આશ્ચર્યજનક રીતે આ બેઠકમાં ટીએમસી સહિતના કેટલાક પક્ષો ગેરહાજર પણ રહ્યા હતાં. હવે વિપક્ષો સાથે મળીને ચૂંટણી પંચને વિગતવાર રિપોર્ટ સાથે જે કેટલાક પ્રશ્નો ઉઠાવે, તેનો ચૂંટણી પંચ કેવો જવાબ આપે છે તે જોવાનું રહે છે.

બીજી તરફ કોંગ્રેસે તેની સોશ્યલ મીડિયા સાઈટ પર રાહુલ ગાંધીની 'ડરો મત'ના સ્લોગન સાથેની જે તસ્વીર મૂકી હતી, તે ઘણી જ વાયરલ થઈ રહી હતી. કોંગ્રેસના એક નેતાએ તો ત્યાં સુધી કહી દીધું કે રાહુલ ગાંધીની સામે લેવાયેલા પગલા કોંગ્રેસની તાકાત વધશે અને રાહુલ ગાંધીને સંભળાવાયેલી સજાથી તેની વ્યક્તિગત લોકપ્રિયતા ઘણી વધશે, કારણ કે લોકોની સહાનુભૂતિ રાહુલને મળશે અને તેઓ ૫ુનઃ ઝડપથી સંસદમાં જોવા મળશે અને સંસદ ગજવશે જેની સામે ભાજપે કહ્યું કે કોંગ્રેસ હવે 'વિકટીમ કાર્ડ' ખેલી રહી છે!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh