Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાહુલ ગાંધીની અયોગ્યતાના મુદ્દાને 'હાથ સે હાથ જોડો' સાથે સાંકળીને
નવી દિલ્હી તા. રપઃ માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવ્યા પછી તેની સંસદ સભ્યતા ગઈકાલે રદ્ કરવામાં આવી. આ મુદ્દે આગળની રણનીતિ નક્કી કરવા માટે કોંગ્રેસે બેઠક બોલાવી હતી. દિલ્હીમાં એઆઈસીસી મુખ્યાલયમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતા અને સીપીપી ચેરપર્સન સોનિયા ગાંધીની હાજરીમાં પ્રદેશ અધ્યક્ષો, સીએલપી નેતાઓ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની બેઠક કરવામાં આવી.
રાહુલ ગાંધીની સદસ્યતાના રૃપે અયોગ્ય અને અદાણી મુદ્દે જેપીસીની તપાસની માંગ અંગે કોંગ્રેસ મુખ્યાલયમાં કોંગ્રેસ નેતાઓએ બેઠક કરી. આ બેઠકમાં ૪૦ સભ્ય હાજર રહ્યા અને બાકી સભ્ય વીડિયો કોન્ફરેન્સ દ્વારા જોડાયા. કોંગ્રેસની આ ઈમરજન્સી બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યા. આ બેઠકમાં કેસી વેણુ ગોપાલ, જયરામ રમેશ, રાજીવ શુક્લા, અંબિકા સોની, બંસલ પણ ઉપસ્થિત હતાં. કોંગ્રેસની બેઠક પછી જયરામ રમેશે કહ્યું કે, દેશભરમાં જઈને કહીશ કે મોદી સરકાર વિરૃદ્ધ અવાજ ઊઠાવવા માટે રાહુલ ગાંધીને જાણી જોઈને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના મીડિયા વિભાગના પ્રમુખે બેઠક વિશે કહ્યું કે અમે મોદી સરકાર વિરૃદ્ધ અવાજ ઊઠાવશું. ભારત જોડો યાત્રાથી બીજેપી પરેશાન છે. બીજી બાજુ બેઠકમાં આગળની રણનીતિ અને સંગઠન પર ચર્ચા કરવામાં આવી. વધુમાં ઉમેર્યું કે રાહુલને નિશાન બનાવામાં આવી રહ્યા છે. જયરામ રમેશે કહ્યું કે, અમે એક જનઆંદોલનના રૃપે આગળ લઈ જઈશું. 'હાથ સે હાથ જોડો' અભિયાનની સાથે રાહુલ ગાંધીની અયોગ્યતા અંગે જનચેતના કાર્યક્રમ સંવિધાન બચાવો અભિયાન ચાલવામાં આવશે. આ કાર્યક્રમ સોમવારે શરૃ થશે.
બીજી બાજુ રાહુલ ગાંધીના સમર્થનમાં પક્ષે સોશ્યલ મીડિયા પર ડરો મત કેમ્પેઈન શરૃ કર્યું. પક્ષના ટ્વિટર હેંડલ પર લગાવામાં આવ્યું છે. પક્ષના કાર્યકરતા તેને શેર કરી રહ્યા છે. આ ઉપરાંત પક્ષના પ્રદર્શનોમાં પણ આ નારાને બેનર-પોસ્ટરો લગાવાયા છે. જયરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશભરમાં આ મુદ્દો લઈને જશે કે રાહુલ ગાંધીની સંસદ સભ્યતા જાણીજોઈને ખત્મ કરવામાં આવી છે. તેના ત્રણ મુખ્ય કારણ છે રાહુલને મોદી સરકારની નીતિઓ વિરૃદ્ધ અવાજ ઊઠાવી ભારત જોડો યાત્રાની સફળતાથી બીજેપી ગભરાયેલી છે. રાહુલ અદાણી કૌભાંડ પર બોલી રહ્યા છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારી નસોમાં શહીદીનું લોહી છે, જે આ દેશ માટે વહાવવામાં આવ્યું છે. અમે સખત લડાઈ કરીશું. અમે ડરવાના નથી. રાહુલ ગાંધીએ અદાણી-મોદી સંબંધો પર સવાલ ઊઠાવ્યા હતાં. સરકાર આનો જવાબ આપવા માંગતી નથી. રાહુલ સામેની કાર્યવાહી આ પ્રશ્નનું પરિણામ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag