Advertisement
Author: નોબત સમાચાર

ઉનાળાના ધોમધખતા તાપમાં પદયાત્રા કરીને ચાર હજાર ભાવિકોનો સંઘ પહોંચ્યો દ્વારકાઃ આવતીકાલે ધ્વજારોહણ

ગુજરાતના ભરવાડ (ચીરોલીયા) સમાજની અનોખી શ્રમભક્તિ

દ્વારકા તા. રપઃ ગુજરાતનો ભરવાડ (ચીરોલિયા) નો સંઘ દ્વારકાધીશજીના ધ્વજારોહણ માટે ૪ હજાર પદયાત્રિકો દ્વારકા આવી પહોંચ્યા છે.

સમગ્ર ગુજરાભરતા ભરવાડ ભક્તો ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા પદયાત્રા કરીને આવતા હોય છે, પરંતુ ચૈત્ર માસના ભર ઉનાળાના બફારા સાથે આગ ઝરતા તાપમાં ગુજરાત ભરમાંથી ભરવાડ સમાજ (ચીરોલીયા) પરિવારનો ચાર હજાર યાત્રિકોનો સંઘ ગઈકાલે સાંજે દ્વારકા પદયાત્રા કરીને દ્વારકા આવી પહોંચ્યો છે. જેમના દ્વારા તા. ર૬ મીના સવારના મંગળાની પ્રથમ ધ્વજાજીનું આહોરણ કરી આ પરિવાર મંગલમ્ પ્રસંગનો અનેરો લાભ દ્વારકાધીશજીના ધામમાં સમયાંતરે ભાવભક્તિ અને શ્રદ્ધા સાથેની શ્રમ ભક્તિનો અવિરત પ્રવાહ વધતો જાય છે.

તાજેતરમાં ગોધરાથી વાલાબાપા નામના વયોવૃદ્ધ ઊંધા પગે પદયાત્રા કરીને દ્વારકાધીશજીના ચરણમાં મસ્તક નમાવવા આવી પહોંચ્યા હતાં ત્યારે એમ કહી શકાય કે ભરઉનાળે વરસાદ વરસ્યો હોય તેમ ભરવાડ સમાજનો એક સાથે ચાર હજાર યાત્રિકો દ્વારકા આવ્યા છે તે સાબિત કરે છે કે, ભગવાન દ્વારકાધીશજીની ભક્તિ માટે હવે હિન્દુ ધર્મના લોકોની શ્રદ્ધામાં ખૂબ જ ભાવ સાથે વધારો થયો છે.

દ્વારકા આવી પહોંચેલા ભરવાડ સમાજના ચીરોલીયા પરિવારના આયોજકે જણાવ્યુંકે, ભગવાન દ્વારકાધીશ અમારા ઈષ્ટ દેવ છે, અને તેમાં અમોને અતૂટ શ્રદ્ધા છે. અમોએ ચિરોલીયા પરિવારે અગાઉ ર૦૧૧ ના વર્ષમાં ધ્વજાજીનું આહોરણ કર્યું હતું. બાદમાં હાલ અમોને ગુગળી સમાજે વિનંતી પછી ધ્વજાજીની ફાળવણી કરતા ફરીથી અમો હર્ષ આનંદની હેલ્લી સાથે પદ યાત્રાના શ્રમ સાથે દ્વારકા આવ્યા છીએ.

આ પદયાત્રા સંઘમાં ૮૦ વર્ષના વૃદ્ધ મહિલા અને પુરુષો સાથે ૧૦ વર્ષના બાળકોથી લઈને યુવા મહિલા-પુરુષ વર્ગ પણ જોડાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh