Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂ-માફિયાઓ જમીન ઓળવી જાય તે પહેલા
જામનગર તા.૨૫ ઃ જામનગરના ચેલા ગામ પાસે આવેલા ખોડિયારનગરના કોમન પ્લોટમાં કેટલાક માથા ભારે અને રાજકીય વગ ધરાવતા શખ્સો દ્વારા ગેરકાયદે બાંધકામ શરૃ કરાયું છે. સોસાયટીના રહેવાસીઓના સાર્વજનિક હેતુ માટે કોમન પ્લોટ રાખવામાં આવતો હોય છે તેમાં શરૃ થયેલા બાંધકામ સામે કલેક્ટર, એસપી, જાડાના ચેરમેન સમક્ષ રજૂઆત થઈ છે.
જામનગર-લાલપુર ધોરી માર્ગ પર આવેલા ચેલા ગામ નજીકના ખોડિયારનગરમાં આવેલી રે.સ.નં.૬૨૬વાળી જગ્યા વર્ષ ૨૦૦૯માં જામનગર કલેક્ટર તથા જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા અમૂક શરતો રાખી બિનખેતી કરવામાં આવી હતી. તે જમીનમાં બાંધકામ કરાયા પછી તેને ખોડિયારનગર નામ આપવામાં આવ્યું હતું.
તે સ્થળે આ સોસાયટીના સાર્વજનિક હેતુ માટે અનામત રખાયેલા ખુલ્લા પ્લોટમાં સોસાયટીના સહિયારા ઉપયોગ માટે સહકારી ભંડાર, કલબ તથા ઓફિસનું મકાન બાંધવા સિવાય અન્ય બાંધકામ ન કરી શકાય તેમ હોવા છતાં તે કોમન પ્લોટમાં કેટલાક માથા ભારે અને રાજકીય વગ ધરાવતા શખ્સોએ અપપ્રવેશ કરી ત્યાં બાંધકામ કરી લેવાની તજવીજ આરંભી છે.
આ મુદ્દે ખોડિયારનગરના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર તેમજ જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અને જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી આ ગેરકાયદે બાંધકામ રોકાવવા અને ધોરણસર ગુન્હો નોંધવા અરજ ગુજારી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag