Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપ દ્વારા જામનગર શહેર કક્ષાના પ્રશિક્ષણ વર્ગઃ
જામનગર તા. ૧૪: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન' કાર્યક્રમ શરુ થયો છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમ માં કાર્યકર્તાઓને વૈચારિક, સંગઠનાત્મક અને વ્યાવહારિક દૃષ્ટિએ સક્ષમ બનાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે. જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગમાં-સમયાવધિ અને સ્વરૂપ-દિવસીય નિવાસી વર્ગઃ જિલ્લા સ્તરનો આ પ્રશિક્ષણ વર્ગ સામાન્ય રીતે ૨ દિવસ (રાત રોકાણ સાથે) માટે આયોજિત કરવામાં આવ્યો છે.
આ વર્ગમાં ભાગ લેનાર તમામ કાર્યકર્તાઓને ૨ દિવસ સુધી સ્થળ પર જ રહીને તમામ સત્રોમાં હાજરી આપવાની હોય છે. મુખ્ય હેતુઓ અંગે વૈચારિક સ્પષ્ટતાઃ કાર્યકર્તાઓને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના 'એકાત્મ માનવવાદ' અને 'અંત્યોદય' (સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસ પહોંચાડવો)ના સિદ્ધાંતોથી અવગત કરાવવા. સંગઠનાત્મક શિસ્તઃ પાર્ટીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, શિસ્ત અને સંગઠનની રચનાત્મક બાબતો સમજાવવી. સરકારી યોજનાઓનો પ્રચારઃ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રજાલક્ષી નીતિઓ તથા સિદ્ધિઓને જન-જન સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સજ્જ કરવા. મુખ્ય સત્રો અને વિષયો જિલ્લા સ્તરના પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને વિષય નિષ્ણાતો દ્વારા વિવિધ સત્રો લેવામાં આવે છેઃભાજપનો ઇતિહાસ અને વિકાસ યાત્રા (જનસંઘથી ભાજપ સુધી). આપણી કાર્યપદ્ધતિ અને સંગઠનમાં કાર્યકર્તાની ભૂમિકા.ભારતની આંતરિક/બાહૃા સુરક્ષા અને વિદેશ નીતિ.મીડિયા, સોશિયલ મીડિયા અને ડિજિટલ ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ.કેન્દ્ર અને રાજ્ય સરકારની મુખ્ય યોજનાઓ અને કાર્યકર્તાની જવાબદારીઓ હોય છે. - જેમાં જિલ્લા સ્તરના શહેર/ જિલ્લા ભાજપ કારોબારીના સભ્યો અને હોદ્દેદારો. જિલ્લાના વિવિધ મોરચા (યુવા મોરચો, મહિલા મોરચો, કિસાન મોરચો વગેરે)ના પ્રમુખ અને મહામંત્રી.તમામ મંડળ (તાલુકા/શહેર)ના પ્રમુખો અને વરિષ્ઠ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
સમિતિઓની રચના કરી ભાજપના આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિષયો પર વકતાઓ તરીકે ડો. વિમલભાઈ કગથરા, ઉદયભાઈ કાનગડ, રાજુભાઈ ધ્રુવ, હસમુખભાઈ હિન્ડોચા, અભયસિંહ ચૌહાણ, આશાબેન નકુમ, પ્રદીપભાઈ ખીમાણી, અનિરૂદ્ધભાઈ દવે, આર.સી. ફળદુ, કશ્યપભાઈ શુકલ તથા બ્રિજેશ મેરજા વકતવ્ય-માર્ગદર્શન આપશે.
આ કાર્યક્રમમાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રીઓ ભાવેશ કાનણી, વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે, મંત્રી રીવાબા જાડેજા, સંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, કાર્યક્રમના વાલી હરેશભાઈ પણસારા, મેયર મોનિકાબેન વ્યાસ, સહીત અપેક્ષતિ શ્રેણીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહૃાા છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગ કન્વીનર ભાર્ગવ ઠાકરએ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial