Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા
ખંભાળિયા તા. ૧૪: ખંભાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે અગાઉના પાલિકા સેનેટરી ઈન્સ્પેક્ટર સંજયભાઈ કરમુરે શિવ મંદિરોના ગ્રાઉન્ડ તથા વિસ્તારો સાફ કરવા આયોજન કરેલું, પણ તેઓ એક માસની રજા પર જતા ઈન્ચાર્જ પૂર્વ સેનેટરી ઈન્સ્પેક્ટર તથા રાજપાલ ગઢવીને ચીફ ઓફિસર રાહુલ કરમુરે સૂચના આપતા તેમણે રાત્રે જ મહાદેવ વાડા વિસ્તાર, વિદ્યાશંકર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ સહિતના વિસ્તારોમાં બે ટ્રેક્ટરો તથા કચરો ઉપાડવાની રાતોરાત વ્યવસ્થા કરી હતી.
સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન શિવમંદિરોની આસપાસના વિસ્તારોમાં નિયમિત સફાઈ કરવાની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે. જો મંદિર પાસે કચરો-ગંદકી જણાય તો નગરપાલિકાનો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial