Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગમાંથી ત્યજી દેવાયેલુ નવજાત શિશુ મળ્યું: દોડધામ

બાળકને તરછોડનાર માતાની શોધખોળ શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરની જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસે બંધ સીડી નજીકથી આજે સવારે એક ત્યજી દેવાયેલી હાલતમાં નવજાત બાળક મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી. સંભવિતઃ રીતે ગાયનેક વિભાગમાં જ કોઈ અજાણી મહિલાએ તે બાળકને જન્મ આપ્યા પછી ત્યાં ત્યજી દીધાનું અનુમાન કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા સહિતની તપાસ કામગીરી શરૂ કરાઈ છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પાછળના ભાગે આવેલા ગાયનેક વિભાગના પીએન-૩ નજીક બંધ સીડી પાસેથી આજે સવારે સફાઈ દરમિયાન એક નવજાત બાળક ત્યજી દીધેલી હાલતમાં જોવા મળતા સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. તેના પગલે ૧૧૨ જન રક્ષક ટીમ આવી હતી.

આ બાળકને તે સ્થળે ત્યજીને કોણ ચાલ્યું ગયંુ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલના પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા સહિતની તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, થોડા મહિનાઓ પહેલાં જી.જી. હોસ્પિટલમાં આવી જ રીતે એક નવજાત બાળકને ત્યજી દેવાયાનો બનાવ બન્યો હતો તે પછી આજે ફરીથી નવજાત બાળક તરછોડાયેલી હાલત માં મળી આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh