Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી હોસ્પિટલની ગૌરવપૂર્ણ સિદ્ધિઃ
જામનગર તા. ૧૪: જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ (જી.જી.)ની લેબોરેટરીને નેશનલ એક્રેડીટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ ડેલીબ્રેશન લેબોરેટરી અન્વયે વધુ માન્યતા પ્રાપ્ત થઈ છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લેબોરેટરીની સુવિધા ઉપલબ્ધ છે અને વર્ષોથી અહી/ લોહીના વિવિધ પ્રકારના ટેસ્ટ થતા જ રહે છે, પરંતુ હવે ૧૬૦ પ્રકારના ટેસ્ટ માટે એનએબીએલ સર્ટિફિકેટ મળ્યુ એટલે કે માન્યતા પ્રાપ્ત થઈ છે. આ સર્ટી હવે ર૦૩૦ ના વર્ષ સુધી ચાલશે.
એનએબીએલ એક રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સંસ્થા છે. રાષ્ટ્રીય કક્ષાની માન્યતા પ્રાપ્ત લેબ.ના રિપોર્ટનો જ અમુક સમયે આગ્રહ રાખવામાં આવતો રહ્યો છે, કારણ કે તેની વિશ્વસનીયતા વધુ રહી છે. જામનગરની જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક અને પેથોલોજી વિભાગના વડા ડો. વિજય પોપટએ જણાવ્યું છે કે, આ જામનગર અને જી.જી. હોસ્પિટલ માટે ગૌરવપૂર્ણ બબત છે.
કારણ કે આ સર્ટી.થી ૧૬૦ પ્રકારના ટેસ્ટને માન્યતા મળી છે. આ માટે વિભાગના કર્મચારીઓ-તબીબોની મહેનતના કારણે ઉત્કૃષ્ટ સર્ટી. પ્રાપ્ત થયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial