Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ નગરપાલિકા આયોજીત તિરંગા યાત્રામાં સાડા ત્રણ હજાર જેટલા લોકો જોડાયાઃ દેશભકિતનો માહોલ

જિ.પં. પ્રમુખ રંજનબેન જીવાણી તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા જોડાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ભારતની આઝાદીના અમૃત મહોત્સવની ભાવનાને ઉજાગર કરવા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાના પ્રારંભે કાલાવડના શહીદ વીર હિતેન ઠેશિયાના માતૃશ્રી તેમજ ભારતીય સેનાના નિવૃત્ત જવાનોનું સન્માન કરી તેમના દેશપ્રત્યેના યોગદાનને વંદન કરવામાં આવ્યું હતું.

તિરંગા યાત્રાનો પ્રારંભ ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા (મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસે, કાલાવડ)થી થયો હતો. યાત્રા લીમડા ચોક, મેઈન બજાર, મુળીલા નાકા, સિનેમા રોડ, જૂની ગ્રેઇન માર્કેટ અને ધોરાજી રોડ માર્ગે પસાર થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ૫ાસે પૂર્ણ થઈ હતી. આશરે ૨ કિલોમીટર લાંબા રૂટ પર યોજાયેલી યાત્રામાં દેશભક્તિના નારા અને રાષ્ટ્રધ્વજ સાથે નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અંદાજીત ૩,૫૦૦થી વધુ લોકોએ તિરંગા યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, અગ્રણીઓ ડો.વિનોદભાઈ ભંડેરી, રમેશભાઈ મુંગરા, કાલાવડ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન રાખોલીયા, તાલુકા પંચાયત પ્રમુખ સેજલબેન બથવાર, નગરપાલિકા ઉપપ્રમુખ દયાબેન જાપડા, કારોબારી ચેરમેન અશ્વિનભાઈ ઝીંઝુવાડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ હરપાલસિંહ જાડેજા, મામલતદાર બી.કે. ચોવટિયા, તાલુકા વિકાસ અધિકારી આર.આર. પટેલ, ચીફ ઓફિસર એન.ડી. વોરા, પદાધિકારીઓ અને અધિકારીઓ, પોલીસ તથા હોમગાર્ડના જવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, કાલાવડની વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ-શિક્ષકો તેમજ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh