Advertisement
Author: નોબત સમાચાર

બાઈકને મોટરે ઠોકર મારતા સાળા તથા બનેવીને ફ્રેક્ચર સહિતની ઈજા

મોટરના ચાલક સામે પોલીસમાં કરાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના એક પ્રૌઢ તથા તેમના સાળા બુધવારે સાંજે સ્કૂટર પર જતા હતા ત્યારે તેઓને એક મોટરે ઠોકર મારતા ઘવાયેલા બંને વ્યક્તિને સારવારમાં ખસેડવા પડ્યા છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ખોજાનાકા વિસ્તારમાં પીર ચોક પાસે રહેતા તબરેઝભાઈ ગફારભાઈ કપડવંંજી નામના પ્રૌઢ તથા તેમના સાળા બુધવારે સાંજે સાડા પાંચેક વાગ્યે જીજે-૧૦-ડીએમ ૩૩૨૧ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે જીજે-૧૮-બીડી ૬૬૮૨ નંબરની હોન્ડા કંપનીની સિટી મોટરે તેઓને ઠોકર મારી દીધી હતી.

આ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા સાળા-બનેવી ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં તબરેઝભાઈને ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને તેમના સાળાને માથામાં ઈજા ઉપરાંત ખભ્ભા તથા સાથળમાં પણ ફ્રેક્ચર થઈ ગયા હતા. મોટરચાલક સામે હસમતભાઈ કપડવંજીએ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh