Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદના બદલે સાબરમતી એસબીટીથી થશે સંચાલન
રાજકોટ તા. ૧૪: મુસાફરોની સુવિધા, બહેતર રેલ કનેક્ટિવિટી તથા આધુનિક રેલ સેવાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં રેલ મંત્રાલય દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત ટ્રેન નંબર રર૯ર૬/રર૯રપ ઓખ-અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના ટર્મિનલ સ્ટેશન અને ટાઈમટેબલમાં ફેરફાર તથા માર્ગમાં આંબલી રોડ સ્ટેશન પર નવા સ્ટોપેજને મંજુરી આપવામાં આવી છે. આ સુધારેલી વ્યવસ્થા ૧૭ ઓગસ્ટ ર૦ર થી અમલમાં આવશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, સુધારેલી વ્યવસ્થા મુજબ હવે આ વંદે ભારત એક્સપ્રેસનું પ્રારંભિક અને અંતિમ સ્ટેશન અમદાવાદને બદલે સાબરમતી (જેલ સાઈડ) એસબીટી રહેશે.
નવું ટાઈમ ટેબલ
ટ્રેન નંબર રર૯ર૬ ઓખા-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ ર૦ર૬ થી મંગળવાર સિવાય અઠવાડિયામાં ૧૭ દિવસ ઓખાથી ૧૬-૪પ વાગ્યે ઉપડશે. આ ટ્રેન ૧૯-૪૪ વાગ્યે રાજકોટ પહોંચશે અને ૧૯-૧૯ વાગ્યે ઉપડશે. આંબલી રોડ સ્ટેશન પર રર-૪૦ વાગ્યે પહોંચશે અને રર-૪ર વાગ્યે ૦પડશે તથા ર૩-૧૦ વાગ્યે સાબરમતી પહોંચશે.
આ જ રીતે ટ્રેન નંબર રર૯રપ સાબરમતી-ઓખા વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ ર૦ર૬ થી મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ સાબરમતીથી સવારે ૬-૧પ વાગ્યે ઉપડશે, તે આંબલી રોડ સ્ટેશન પર ૬-ર૩ વાગ્યે પહોંચશે અને ૬-રપ વાગ્યે ઉડપશે. ત્યારપછી રાજકોટ ૯-૩૧ વાગ્યે પહોંચશે અને ૯-૩૬ વાગ્યે ઉપડશે તથા ૧૩-ર૦ વાગ્યે ઓખા પહોંચશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial