Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભારી મંત્રી દ્વારા આજે સાંજે ઉદ્ઘાટનઃ
જામનગર તા. ૧૪: ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં રાખી મેળા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાની અનોખી કૃતિઓ તેમજ રોજિંદા ઉપયોગની વિવિધ વસ્તુઓને પ્રોત્સાહન આપવા અને મહિલા કારીગરોને આત્મનિર્ભરતા તથા રોજગારી માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાખી મેળાનું ઉદ્ઘાટન આજે તા.૧૪ ઓગસ્ટના સાંજે ૫:૦૦ કલાકે જામનગરના ટાઉન હોલમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે કરવામાં આવશે.
મેળામાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ પ્રકારની રાખડીઓ, હસ્તકલા ઉત્પાદનો, ગૃહઉપયોગી વસ્તુઓ અને પરંપરાગત કળાકૃતિઓનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ મેળો તા. ૧૪ ઓગસ્ટથી ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી દરરોજ સવારે ૧૧ કલાકથી રાત્રે ૧૦ કલાક સુધી જનતા માટે ખુલ્લો રહેશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગરના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણ અને સ્થાનિક હસ્તકલાને પ્રોત્સાહન આપતા આ રાખી મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial