Advertisement
Author: નોબત સમાચાર

ચેલા ૫ાસે બાઈક આડે ગાય ઉતરતા થયેલા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ

અન્ય બે યુવાનને સારવારમાં ખસેડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના ચેલા ગામ નજીક એસઆર૫ી કેમ્પ પાસે મંગળવારે બપોરે એક ત્રિપલસવારી મોટરસાયકલ ગાય આડી આવતા સ્લીપ થયા પછી દરેડના એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. અન્ય બે ઘવાયા છે. આ યુવાનો એક મિત્રને ચેલા મૂકવા જતા હતા ત્યારે માર્ગમાં કાળનો ભેટો થયો હતો.

જામનગર-રાજકોટ માર્ગ પર ફલ્લા નજીકના બેરાજા ગામમાં રહેતા અમિતભાઈ હમીરભાઈ સોલંકી (ઉ.વ.૨૧) નામના યુવાન હાલમાં દરેડ નજીક મુરલીધર સોસાયટી-પમાં વસવાટ કરે છે. આ યુવાન તથા તેમના મિત્ર રાહુલ (ઉ.વ.૨૦) અને વિજય (ઉ.વ.૧૯) મંગળવારે બપોરે જીજે-૧૦-ડીએસ ૭૨૧૦ નંબરના મોટર સાયકલમાં નીકળ્યા હતા.

આ યુવાન ચેલા પાસે રાહુલને મૂકવા માટે જઈ રહ્યા હતા ત્યારે ચેલા નજીક એસઆરપી કેમ્પથી થોડે દૂર તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે અચાનક રોડ પર ગાય આવી જતાં ત્રિપલ સવારી મોટર સાયકલ ગાય સાથે ટકરાઈ પડ્યું હતું અને અમિત, રાહુલ તથા વિજય તેના પરથી ફંગોળાઈને રોડ પર જઈ પડ્યા હતા. જેમાં અમિતનું માથું ફૂટપાથમાં અથડાઈ પડતા આ યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.

અકસ્માતની જાણ થતાં દોડી આવેલી એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં અમિત સોલંકી (ઉ.વ.૨૧)નંુ મૃત્યુ નિપજ્યું છે. તેઓના પિતા હમીરભાઈ ભીમાભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી છે. રાહુલ તથા વિજયને સારવાર અપાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh