Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હેલ્મેટ પહેરેલા બે શખ્સ બાઈક પર પલવારમાં પલાયનઃ
જામનગર તા. ૧૪: જામનગરના ગુરૂદ્વારા વિસ્તારથી સાતરસ્તા તરફ બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે સ્કૂટર પર જઈ રહેલા એક દંપતીની નજીક આવેલા એક બાઈકમાં રહેલા બે શખ્સમાંથી એક શખ્સે પાછળ બેસેલા મહિલાના ગળામાંથી રૂ।.૫૦ હજારનો સોનાનો ચેઈન ઝૂંટવી લીધો હતો અને હેલ્મેટ પહેરેલા આ શખ્સો પળવારમાં નાસી છૂટ્યા હતા. પોલીસે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યા છે.
જામનગરના કૃષ્ણનગર વિસ્તારની શેરી નં.રમાં રહેતા પૂજાબેન કૌશલભાઈ તલાટી નામના મહિલા બુધવારે રાત્રે સાડા નવેક વાગ્યે પતિ કૌશલભાઈ સાથે એક્ટિવા સ્કૂટરમાં ગુરૂદ્વારા રોડથી સાત રસ્તા તરફ જતા હતા.
આ વેળાએ પાછળથી એક બાઈક ધસી આવ્યું હતું તેના પર રહેલા બે અજાણ્યા શખ્સે કે જેઓએ હેલ્મેટ પહેરેલી હતી તેઓએ સ્કૂટરની બાજુમાં બાઈક ચલાવી પાછળ બેસેલા શખ્સે પૂજાબેનના ગળામાં રહેલા દસ ગ્રામના સોનાના ચેઈનની ઝૂંટ મારી હતી.
ગણતરીની સેકન્ડોમાં પૂજાબેનના ગળામાંથી આ શખ્સો સોનાનો ચેઈન ઝૂંટવી લઈ પલાયન થઈ ગયા હતા. હેબતાયેલા આ મહિલા તથા તેમના પતિ કંઈ સમજે તે પહેલાં તો બંને શખ્સ બાઈક પર નાસી છૂટ્યા હતા. આ બનાવની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે રૂ।.૫૦ હજારની કિંમતના સોનાના ચેઈનની લૂંટ ચલાવવા અંગે હેલ્મેટધારી બે શખ્સ સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે અને આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાનું શરૂ કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial