Advertisement
Author: નોબત સમાચાર

બર્ધન ચોકમાં દબાણ હટાવવા માટે ગયેલા એસ્ટેટ શાખાના કર્મચારીને પિતા-પુત્રની ધમકી

અન્ય એક યુવાનને બે ભાઈએ ધમકી આપી હડધૂત કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના એક યુવાનને બે બંધુએ ફોનમાં ગાળો ભાંડવા ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈછે. જ્યારે બર્ધનચોકમાં દબાણ હટાવવા માટે ગયેલા એસ્ટેટ શાખાના કર્મચારીને એક વેપારી પુત્ર-પિતાએ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા પોલીસમાં રાવ કરવામાં આવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી હર્ષદ મીલની ચાલી નજીક નિલકંઠ નગરમાં રહેતા સંજયભાઈ નાનજીભાઈ વાઘેલા નામના યુવાને ગઈ તા.૮ની બપોરે નંદનવન પાર્કમાં રહેતા મિલન આશરાને કોલ કર્યાે હતો.

ફોનમાં સંજયભાઈએ અગાઉ આપેલી ભાડાની એડવાન્સ રકમમાંથી ભાડુ કાપી લઈ બાકીના પૈસા પરત આપવાનું કહેતા ઉશ્કેરાયેલા મિલન તથા તેના ભાઈ ધવલ આશરાએ ગાળો ભાંડી સંજયભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા.

તે ઉપરાંત ધવલ આશરાએ પણ વાત કરી તેમાં ગાળો ભાંડી હતી અને મિલને ફોનમાં સંજય તથા તેના માતાના ટાંટીયા ભાંડી નાખવા ધમકી આપી જામનગરમાં રહેવા નહીં દઉં તેમ કહેતા સંજયભાઈએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંેંધાવી છે.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખામાં ફરજ બજાવતા કમલેશ ગોવિંદભાઈ ગઢવી સહિતના કર્મચારીઓ ગઈકાલે સાંજે બર્ધનચોક નજીક જુમ્મા મસ્જીદ પાછળ દબાણ દૂર કરાવવા પહોંચ્યા ત્યારે રાજુ સિંધી તથા તેના પુત્ર મનિષે ગાળો ભાંડી એસ્ટેટ શાખાના સ્ટાફને બર્ધનચોકમાં આવતા નહીં, નહી તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેમ કહી ધમકી આપતા કમલેશ ગઢવીએ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh