Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉદ્યોગ-વેપાર ક્ષેત્રને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અંગે કરાઈ રજૂઆતઃ
જામનગર તા. ૧૪: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના નેજા હેઠળ તાજેતરમાં ગુજરાત રીજિયોનલ ચેમ્બરના પ્રતિનિધિઓની એક મહત્ત્વપૂર્ણ બેઠક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગાંધીનગરમાં યોજાઈ હતી. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોદ્દેદારોએ પણ આ તકે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને જામનગર અને આસપાસના વિસ્તારના વેપાર, ઉદ્યોગ તથા એમેએસએમઈ સેક્ટરને સ્પર્શતા વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી બાબતો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. જેમાં જીઆઈડીસીના પ્લોટ અને શેડ હોલ્ડરો પાસેથી વસૂલ કરવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી, પીજીવીસીએલના વિવિધ પ્રશ્નો અને વીજ વપરાશ ચાર્જ, વ્યવસાય વેરો નાબૂદ કરાવવા, શિપિંગને સ્પર્શતા પ્રશ્નો, વ્યાજ ઉપર સબસિડી આપવા, કોમર્શિયલ ફ્યુઅલ ચાર્જિસ પીએનજી અને એલપીજીના ભાવ ઘટાડવા, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર શરૂ કરવા, સરકારની પ્રક્રિયાઓ સરળ કરવા, વેરા સમાધાન યોજના પ્રસિદ્ધ કરવા, નવા લેબર કોડથી વેપાર તથા ઉદ્યોગને પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ તમામ રજૂઆતોને સાનુકૂળતાપૂર્વક સાંભળીને આ તમામ પ્રશ્નોને વહેલાસર યોગ્ય રીતે ઉકેલવા માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવા ખાતરી આપી હતી. આ બેઠકથી જામનગરના ઔદ્યોગિક ક્ષેત્રને નવી ઊર્જા મળશે અને આગામી સમયમાં નવા રોકાણોના દ્વાર ખૂલશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ બેઠકમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પ્રમુખ રમણિક અકબરી, ઉપપ્રમુખ અજેશ પટેલ, માનદ્મંત્રી કૃણાલ શેઠ, પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા તથા જીસીસીઆઈના માનદ્મંત્રી (આર) ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial