Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બે સ્થળોએ જર્જરિત ઈમારતનો જોખમી હિસ્સો તોડી પડાયો

ગ્રેઈન માર્કેટ અને ગુજરાતી વાડમાં કામગીરી

                                                                                                                                                                                                      

જામનગરમાં બે સ્થળોએ ઈમારતનો જર્જરિત હિસ્સા તોડી પાડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. જામનગરમાં કે.વી. રોડ ઉપર અતિ જુની અને જર્જરિત દુકાનના બાંધકામનો ઉપરના ભાગનો હિસ્સો આજે એસ્ટેટ શાખાએ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દુકાનના ઉપરના માળનો જોખમી હિસ્સો ભવિષ્યમા કોઈને ઈજા પહોંચાડી શકે તેમ હતો. આથી સલામતીના ભાગરૂપે ટીપીઓ શાખાની કામગીરી પછી આજે એસ્ટેટ શાખાએ જેસીબીની મદદથી આ જોખમી હિસ્સો તોડી પાડવાની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત શહેરના વોર્ડ નંબર ૧ર મા પટ્ટણીવાડ, ગુજરાતવાડ વિસ્તારમાં એક જર્જરિત બંધ રહેણાંક મકાનના જોખમી હિસ્સાને તોડી પાડવા માટેની કામગીરી પણ શરૂ કરવા તજવીજ શરૂ થઈ છે. આ માટે મશીનરી નહિં પણ માણસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh