Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગયા મહિને બેઝબોલના ધોકાથી કરાયો હતો પ્રહારઃ
જામનગર તા. ૧૪: જામનગરના અલીયાબાડા ગામના ઉપસરપંચ પર એકાદ મહિના પહેલાં જીઈબીમાં અરજી કરવાના મુદ્દે બે શખ્સે બેઝબોલના ધોકાથી હુમલો કર્યાે હતો. આ ગુન્હાના એક આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગર નજીકના અલીયાબાડા ગામના ઉપ સરપંચ ગઈ તા.૧૭-૭-૨૬ના દિને જામનગર તરફ જતા હતા ત્યારે મામદ જુસબ અબડા અને અસલમ અમીન ડોસાણી નામના બે શખ્સે રસ્તામાં રોકી બેઝબોલના ધોકાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી લીધી હતી.
જેલહવાલે થયેલા આરોપી અસલમ અમીનભાઈ એ જામીનમુક્ત થવા અરજી કરતા અદાલતે ડીજીપી જમન ભંડેરીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial