Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યોઃ
જામનગર તા. ૧૪: જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગઈકાલે પુનીત નગર, ગાંધીનગર, ગુલાબ નગર તથા જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવેલા કોમ્બિંગમાં પાંચ શખ્સ નશો કરેલી હાલતમાં મળ્યા હતા.
જામનગરના ગાંધીનગર નજીકના પુનીતનગર પાસેથી ગઈરાત્રે દિવ્યરાજસિંહ રતુભા જાડેજા નામનો શખ્સ નશાની હાલતમાં ઝૂમતો ઝડપાઈ ગયો છે. જ્યારે ગાંધીનગર રોડ પર નવી કોર્ટ પાસેથી અજીતસિંહ ધીરૂભા ગોહિલ નામનો શખ્સ પણ નશાની હાલતમાં મળી આવ્યો હતો.
ગુલાબનગર નજીક પ્રથમ ઢાળીયા પાસેથી ગઈકાલે મનસુખભાઈ પ્રેમજીભાઈ ધોબી તેમજ ભાવેશ નટવરલાલ રાઠોડ નામનો શખ્સ પણ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.ર નજીક જયંતિભાઈ આંબાભાઈ ચૌહાણ પણ નશાની હાલતમાં મળી આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial