Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીન પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવા
વોશિંગ્ટન તા. ૧૪: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ટેરિફ બોમ્બ ફોડયો છે, અને વિદેશી ડ્રોન પર ૧૦૦ ટકા ટેરિફ લગાવ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર અમેરિકાની નિર્ભરતા ઘટાડવાના હેતુથી ચીનથી આયાત થતા ડ્રોન અને તેના ભાગો પર ૧૦૦% સુધીના ટેરિફની જાહેરાત કરી છે.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે રાષ્ટ્રીય સુરક્ષા ચિતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટેરિફ ૨૫ કિલોગ્રામથી વધુ વજનવાળા સંવેદનશીલ ડ્રોન અથવા થર્મલ ઇમેજિગ જેવી અદ્યતન સુરક્ષા ટેકનોલોજી ધરાવતા ડ્રોન પર લાગુ પડે છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં ન લેતા નાના ડ્રોન પર ૨૫% ની ઓછી ટેરિફ લાગુ પડશે.
જોકે આ ટેરિફ બધા દેશોના ડ્રોન પર લાગુ પડે છે, તેનું પ્રાથમિક લક્ષ્ય ચીન છે. ચીની ડ્રોન ટેકનોલોજીના વર્ચસ્વનો સામનો કરવા માટે, આ ભારે ટેરિફ ફક્ત તે શ્રેણીઓ પર લાદવામાં આવ્યા છે જ્યાં ચીન એકાધિકાર ધરાવે છે, જેમ કે વૈશ્વિક માનવરહિત વિમાન બજારમાં તેનું વર્ચસ્વ.
યુએસ કોમર્શિયલ માર્કેટમાં લગભગ ૮૦% ડ્રોન ચીનમાંથી આવે છે. હોલીવુડથી લઈને કન્ટેન્ટ ક્રિએશન, રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્ર સુધી, અમેરિકામાં ચાઇનીઝ ડ્રોનનો ઉપયોગ થાય છે. ચીની ટેક કંપની ડ્ઢત્નૈં (દા-જિયાંગ ઇનોવેશન્સ) વૈશ્વિક કોમર્શિયલ ડ્રોન માર્કેટનો ૭૦% થી વધુ હિસ્સો ધરાવે છે.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાંનો હેતુ ડ્રોન અને તેના ભાગોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને વિદેશી સપ્લાય ચેઇન પર નિર્ભરતા ઘટાડવાનો છે. મોટાભાગના નવા ટેરિફ ૩ સપ્ટેમ્બરથી લાગુ થવાના છે. ગયા અઠવાડિયે, ચીને અમેરિકામાં ડ્રોનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને બળજબરીથી મજૂરી અને રાષ્ટ્રીય સુરક્ષા ચિતાઓને લઈને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા વેપાર પ્રતિબંધોના જવાબમાં છ અમેરિકન કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી.
જ્યારે ટ્રમ્પે ભારતને સૌથી કડક ૧૦૦% શ્રેણીમાં મૂક્યું નથી, ત્યારે ભારતીય ડ્રોન નિકાસકારો નોંધપાત્ર દબાણનો સામનો કરી રહૃાા છે. આનું કારણ એ છે કે અમેરિકા ભારતીય વાણિજ્યિક અને નાના ડ્રોન પર પણ ૨૫% ટેરિફ લાદી રહૃાું છે. જો કે, ફાયદો એ છે કે યુએસ વાણિજ્યિક ડ્રોન બજારમાં ચીનનું પ્રભુત્વ ઘટશે, જે આઈડિયાફોર્જ, ડ્રોન આચાર્ય અને ગરુડ એરોસ્પેસ જેવી ભારતીય કંપનીઓને યુએસ બજારમાં વિસ્તરણ કરવાની મોટી તક પૂરી પાડશે.
નવા ટેરિફ તાત્કાલિક અમલમાં આવશે નહીં. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, તે જાહેરાતના ૨૧ દિવસ પછી અમલમાં આવશે. આનાથી વિદેશી ડ્રોન ઉત્પાદકો અને યુએસ આયાતકારોને મર્યાદિત સમયમર્યાદામાં તેમની સપ્લાય અને કિમત વ્યૂહરચનાઓ ગોઠવવાની ફરજ પડશે. ટ્રમ્પ વહીવટીતંત્રનો સ્પષ્ટ સંદેશ એ છે કે યુએસ ડ્રોન બજાર પર વિદેશી નિર્ભરતા હવે સ્વીકાર્ય રહેશે નહીં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial