Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં હિન્દુ સેનાએ ભૈરવ યજ્ઞ કરી ઉજવ્યો પોતાનો સ્થાપના દિનઃ પ્રાર્થના કરી

અસુરી શકિતનો પ્રકોપ અટકાવવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ભારતમાં કોઈના કોઈ બહાને અસુરી શક્તિએ  પ્રકોપ ફેલાવ્યો છે. આ દેશને તોડવા અસુરી શક્તિનો ભરપૂર ઉપયોગ થઈ રહૃાો છે ઘણાં સંપ્રદાયો હાથ ધોઈ હિન્દુ સનાતન ધર્મને મિટાવવા આગળ વધી રહૃાા છે આ એક અસુરી શક્તિ સામે લડવા ભૈરવ યજ્ઞ દ્વારા હિન્દુ સેના પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહી છે ખરેખર આ દેશમાં હિન્દુ સનાતન ધર્મ પર મોટા સંકટો આવી રહૃાા છે અને જેમાં મોટા સડયંત્રો ચાલી રહૃાા છે તેમજ અન્ય સંપ્રદાયો પોતાના ધર્મને લઈ હિન્દુ  સનાતન ધર્મને તોડવા અથાગ પ્રયત્ન કરી રહૃાા છે, જેમાં લવ જેહાદ, લેન્ડ જેહાદ, આતંકવાદ જેવા અનેક પરિબળો કામ કરી રહૃાા છે, જેની સામે હિંદુ સેના સખત સંઘર્ષ સાથે લડી રહી છે.

હિન્દુ સેનાને ૧૫ વર્ષ પૂર્ણ કરી ૧૦ ઓગસ્ટે ૧૬ માં વર્ષમાં પ્રવેશતા  હિન્દુ સેના આસુરી શક્તિના નાશ માટે ભૈરવ યજ્ઞ કરી હિન્દુ સેનાના સ્થાપના દિવસ ઉજવી રહૃાા છે. જેમાં હિન્દુ સેના ના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ તેમજ સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદનની આગેવાની સાથે કરોડપતિ હનુમાનજી મંદિર  જામનગર શ્રી રઘુવંશી હનુમાનજી મંદિરના સ્થાન પર  રાત્રે દરમ્યાન કર્મકાંડી કપિલના માર્ગદર્શનથી ચિરાગ ભટ્ટ તેમજ મંદિરના પૂજારી કિશોર ભગતની મહેનતથી આ મંદિરમાં આવેલા હિન્દુ સેના સૈનિકોમાં કોષાધ્યક્ષ  વીરજીભાઈ વિશાવાડીયા,  યુવા ઉપપ્રમુખ હિરેન ચંદન, મંથન અઘેરા, ઓમ ભાનુશાળી, સંગઠન મંત્રી વિવેક જાખરીયા, યજ્ઞના યજમાન મનોજ સાઈ , યુવા પ્રભારી કિશન નંદા, અજય પરમાર, જયેશ રાંદલપરા, મંથન પારેખ, કુમાર ચાવડા સહિતના અનેક સૈનિકોની હાજરીમાં આ યજ્ઞ યોજાયો હતો તેમજ  અસુરી શક્તિના નાશ માટે હિન્દુ સેનાના સૈનિકોએ ૧૬માં સ્થાપના દિવસ નિમિત્તે યજ્ઞ સાથે પ્રાર્થના પણ કરી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh