Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. વિભાગમાં એપ્રેન્ટીસ ભરતી અંગે સૂચના

તા.૧૬ સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકારાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: ગુ.રા.મા.વા.વ્ય.નિગમ, જામનગર વિભાગની એપ્રેન્ટીસની મંજૂરી માટે જામનગર વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય મંત્રાલય, વિભાગીય સ્ટોર્સ, જામનગર અને જામનગર/જામજોધપુર/ ખંભાળીયા/ દ્વારકા / ધ્રોલ ડેપોમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે ઓગસ્ટ - ઓક્ટોબર-ર૦ર૬ ના ભરતીસત્ર માટે એપ્રેન્ટીસ ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશ્યન, વેલ્ડર, મોટર મિકેનિક, ડીઝલ મિકેનીક (ધો. ૧૦ પાસ) હેઠળના આઈટીઆઈ પાસ ઉમેદવારો એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાની હોય, ઉમેદવારોએ એપ્રેન્ટીસશીપઈન્ડિયા ડોટ જીઓવી ડોટ ઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી (આધારકાર્ડ ફરજીયાત વેરીફાઈડ કરવું. એસબીઆઈ બેંક એકાઉન્ટ ઉમેરવું, ૧૦૦ ટકા પ્રોફાઈલ પૂર્ણ કરવી) તેની પ્રીન્ટ / હાર્ડ કોપી (મેળવી), શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા (૧૦ પાસ / ૧ર પાસ અને આઈટીઆઈ પાસ), એલ.સી., આધારકાર્ડ, જાતિના પ્રમાણપત્રની બે નકલ સાથે તા. ૧૪-૯-ર૦ર૬ સુધીમાં આ માટે અરજીપત્રક મેળવી લેવા તથા ઉમેદવારોએ આ અરજીપત્રક તા.૧૬-૯-ર૦ર૬ સુધીમાં તમામ "અસલ માર્કશીટ / પ્રમાણપત્રો" સાથે રાખી તેની રૂબરૂમાં ચકાસણી કરાવી ભરાયેલા અરજીપત્રકો સ્વીકારવામાં આવશે / જમા કરવાના રહેશે. આ માટે વધુ વિગતો મેળવવા મહેકમ શાખા, વિભાગીય નિયામકની કચેરી, જામનગર વિભાગ, કાલાવડ નાકા બહાર, જામનગર રૂબરૂમાં સંપર્ક સાધવા વહીવટી અધિકારી જે.જી. ઝાલાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh