Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રીયન તમિલોનું દ્વારકામાં ભવ્ય સ્વાગત
દ્વારકા તા. ર૫ઃ સૌરાષ્ટ્ર તમિલોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા વ્યક્ત કરી હતી. તે પહેલા તેઓનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક ભારત શ્રેષ્ઠ ભારત' વિચારને સાર્થક કરતા 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમ અન્વયે દેવભૂમિ દ્વારકામાં પધારેલા મહેમાનોનું પરંપરાગત પરિધાન અને પુષ્પવર્ષાથી ભાવભીનું સ્વાગત કર્યુ હતું, ત્યારે દ્વારકા મંદિર પરિસરમાં ઢોલ-નગારાના નાદથી ગાજી ઉઠ્યું હતું.
મહેમાનો બસમાંથી ઉતરતા જ પુષ્પવર્ષા કરી તેમને આવકારવામાં આવ્યા હતાં. દેવભૂમિ દ્વારકાની ધરા પર મદુરાઈથી આવેલા તમિલ પરિવારોની સૌરાષ્ટ્રના પરંપરાગત પરિધાન, ઢોલ જેવા લોકવાદ્યો તેમજ ભરત અને આભલે મઢેલી છત્રી સાથે લોકનૃત્ય દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રીયન તમિલો પણ ઢોલના સથવારે ઝૂમ્યા હતાં. આ પ્રસંગે મહેમાનોને આવકારવા ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન ગોહેલ, દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપન સમિતિના રમેશભાઈ હેરમા તેમજ સંગઠનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
મંદિરની ભવ્યતા નિહાળી તમિલ બંધુઓ અભિભૂત
સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શિશ ઝુકાવી યાત્રાધામ દ્વારકામાં સૌરાષ્ટ્રીયન તમિલ બંધુઓ પધાર્યા હતાં. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારપછી તમિલબંધુઓએ જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસરમાં જય દ્વારકાધીશના નાદથી પરિસરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag