Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા પાલિકા દ્વારા ખામનાથ નાકા પાસે ઘી નદીના ચેકડેમ પર આવેલ પાણ તથા દરવાજા જે પાંચ-સાત વર્ષથી જામ થઈ ગયા હોય, ખુલી ન શકતા હોય દરવાજાનો ભાગ તોડીને દરવાજા પૂર્ણ બંધ થાય તેવી રીતે દરવાજાનું કામ કરવાનું નક્કી થયું હોય, આ કામ શરૃ કરવામાં આવ્યું છે.
આ ચેકડેમ ઉપરથી લોકો ખામનાથ તથા ઝીલણીયા મહોત્સવ મંદિર તરફ જતાં હોય તેની પાળી અનેક ઠેકાણે પૂરના કારણે ખરાબ થઈ ગઈ હોય, આ પાળીને નવી બનાવવાનું કાર્ય શરૃ કરાયું છે તથા જ્યાં દરવાજા છે તેની બાજુનો ભાગ તોડીને ત્યાંથી પાણીના નિકાલનું કાર્ય શરૃ કરાયું છે તથા દરવાજા પણ ખુલે-બંધ થાય તે પ્રકારના કરાશે જેથી નદીમાં પાણી ભરાય ત્યારે ખોલી કે બંધ કરી શકાય. આ ઉપરાંત નદીમાંથી કાંપ-ગંદકી દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag