Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લા બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા અધિક કલેક્ટરને આવેદનઃ
ખંભાળીયા તા. રપઃ ખંભાળીયાના વિપ્ર યુવાન કેશવ સંદીપભાઈ ખેતિયાને ઓછી હાજરી હોય, કોલેજની પરીક્ષામાં ના બેસવા દેવાતા તેણે કરેલા ગાંધીનગરના આત્મહત્યા પ્રકરણના સંદર્ભે રોષે ભરાયેલા ખંભાળીયા બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા સામૂહિક રીતે આવેદનપત્ર અધિક કલેક્ટર દેવભૂમિ દ્વારકાને આપીને પગલાની માંગ કરવામાં આવી હતી.
આવેદનમાં જણાવેલ કે ગાંધીનગર આઈઆઈટીમાં અભ્યાસ કરતા કેશવ ખેતિયાને તેની કોલેજના પ્રોફેસર સચીન તથા એચઓડી દ્વારા ત્રાસથી આપઘાત કર્યો હોય, ડોક્ટરી સર્ટિફિકેટ આપવાથી પરીક્ષા આપવા દેવાશે તેમ બે દિવસ પહેલા જણાવાયેલ અને આવું સર્ટિફિકેટ આપવા છતાં પરીક્ષા ના દેવા દઈને આત્મહત્યા કરવા મજબુર કર્યો હોય, તથા પ્રતિવર્ષ એક-બે છાત્ર આવી રીતે આત્મહત્યા કરતા હોય, તાકીદે જવાબદારો સામે પગલા લેવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું હતું.
આવેદનપત્ર આપવામાં સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મસમાજ, પરશુરામ જન્મ ઉત્સવ સમિતિ, બ્રહ્મ મિત્રમંડળ, બ્રહ્મ વિકાસ પરિષદ વિગેરે સંસ્થાઓના મોહનભાઈ મોકરીયા, વિપુલભાઈ જોશી, અજીતભાઈ કિરતસાતા, વજુભાઈ વોરીયા, શંકરભાઈ ઠાકર, હરેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ વ્યાસ, શૈલેષભાઈ ભટ્ટ, ભાનુશંકર ખેતીયા, સંદીપભાઈ ખેતીયા, જીજ્ઞેશભાઈ ઠાકર, મનોજભાઈ રાજયગુરૃ, મુકેશભાઈ જોશી, પંકજભાઈ ભટ્ટ, કિરીટભાઈ ખેતિયા, ફાલ્ગુનીબેન વ્યાસ, કિર્તિદાબેન ઉપાધ્યાય વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag