Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન પદ નહીં, જે.પી. બનવા માંગે છે નીતિશકુમાર?
નવી દિલ્હી તા. રપઃ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે થોડા દિવસ પહેલા એવું નિવેદન કર્યું હતું કે, વિપક્ષો એકજુથ થયા પછી તેના નેતા નક્કી થશે, સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ વડાપ્રધાનપદની રેસમાં નથી.
તે પછી ગઈકાલે આવેલા અહેવાલો મુજબ નીતિશકુમારે વિપક્ષી એક્તા માટે મમતા બેનર્જી સાથે બેઠક યોજી હતી. તે સંદર્ભે મમતા બેનર્જીએ જે કાંઈ કહ્યું તે ઘણું જ સૂચક છે.
મમતા બેનર્જીએ કહ્યું કે નીતિશકુમાર અને તેજસ્વી યાદવ પોતાના મંત્રીઓ સાથે મળવા આવ્યા હતાં, ત્યારે વિપક્ષી એક્તાની શરૃઆત બિહારથી કરવાની વાત કરી હતી, કારણ કે (ઈન્દિરા ગાંધી સામે) જે.પી. મૂવમેન્ટ બિહારથી જ શરૃ થઈ હતી, જેને સફળતા મળી હતી. જો બધી પાર્ટીઓ બિહારમાં એક સર્વગ્રાહી બેઠક યોજાય તો વિપક્ષી એક્તાનો મેસેજ જનતામાં જશે. ભાજપ ઝીરો થઈ જાય, તેવું કહ્યું છે. મીડિયાના સપોર્ટથી નેકેટિવ એટ કરીને લોકો માત્ર જુઠ્ઠું બોલે છે, તેમ કહીને બેનર્જીએ મોદી પર નિશાન સાધ્યું હતું.
નીતિશકુમાર વડાપ્રધાનપદની રેસમાં રહે નહીં, અને જયપ્રકાશ નારાયણની તર્જ પર વિપક્ષોની એક્તામાં સફળ થાય, તો તેને જે.પી.ની જેમ ઈતિહાસ યાદ રાખશે. તેવો આશાવાદ પણ વ્યાક્ત થયો છે, જે ઘણું સુચક છે.
નીતિશકુમારે પણ કહ્યું કે દેશમાં કોઈ કામ થતું જ નથી, માત્ર પ્રચાર જ થાય છે, તેને હરાવવા વિપક્ષી એક્તા જરૃરી છે અને સાથે મળીને વર્ષ ર૦ર૪ ની ચૂંટણીમાં ભાજપને હરાવવા તૈયારી કરી રહ્યા છે. નીતિશકુમાર તે પછી અખિલેશ યાદવને પણ મળ્યા હતાં. અખિલેશ યાદવે પણ દેશમાં વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારને છાવરવાના પ્રયાસો સામે આગામી ચૂંટણીમાં એકજુથ થઈને ભાજપને ફાઈટ આપવાની જરૃર જણાવી હતી.
નીતિશકુમારની ફોર્મ્યુલા એવી છે કે, દરેક લોકસભા બેઠક પર તમામ વિપક્ષો તરફથી ભાજપ સામે એક જ ઉમેદવાર મેદાનમાં રહે, અને તે માટે રાજ્યવાર અને જિલ્લા અથવા સંસદીય મતક્ષેત્રવાર, અલગ-અલગ માપદંડો મુજબ સમજુતિ થાય, જો કે આ પ્રકારની સમજુતિ માટે રાષ્ટ્રીય પક્ષો અને નવા વિસ્તરી રહેલા પક્ષો સહિત પ્રાદેશિક પક્ષોએ ઘણી જ બાંધછોડ કરવી પડે તેમ છે, જો કે મુશ્કેલ છે પણ અસંભવ તો નથી જ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag