Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્નોની હારમાળા રજૂ કરતા ધારાસભ્ય હેમતભાઈ ખવા

જામનગર તા.રપ ઃ જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જામજોધપુર, લાલપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હેમતભાઈ ખવા દ્વારા વિવિધ વિભાગના ૩૦થી વધુ પ્રશ્નો પૂછાયા હતા જેના પ્રત્યુત્તરમાં કલેક્ટર દ્વારા તાત્કાલિક નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

પ્રાઈવેટ શાળાઓ દ્વારા એફઆરસીના નિયમોનો ભંગ કરી તગડી ફી વસૂલવામાં આવતી હોવાથી ધારાસભ્ય દ્વારા સંકલનની મિટિંગમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, જામનગરમાં પી.વી. મોદી સ્કૂલ સામે એફઆરસીના નિયમોનું પાલન ન થતું હોય તેવી ફરિયાદો મળી છે જેથી કલેક્ટર દ્વારા શિક્ષણાધિકારીને યોગ્ય પગલા લેવા તેમજ એફઆરસી રાજકોટ ઝોન કચેરીને કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના નુકસાન અંગે થયેલા સર્વેમાં જામજોધપુર-લાલપુર તાલુકાનો સર્વે બાબતનો પ્રશ્ન પૂછવામાં અવ્યો હતો જેમાં વરસાદ થયા પછી સર્વે કાર્ય મોડું હાથ ધરવામાં આવતું હતું જેને લઈને કલેક્ટર દ્વારા જે વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોય ત્યાં બે-ત્રણ દિવસમાં સર્વે હાથ ધરવા આદેશ કરાયો હતો.

આમ, પ્રજાલક્ષી અનેક મુદ્દાની ધારાસભ્ય દ્વારા ફરિયાદ સંકલનની મિટિંગમાં રજૂઆત કરવામાં આવી હતી જેમાં જામજોધપુર-લાલપુર વિસ્તારમાં અન્ય વિસ્તારની સરખામણીએ તલાટીઓની ઘટ વધુ પ્રમાણમાં હોય, તાત્કાલિક આ ઘટની પૂર્તતા કરવા બાબતની રજૂઆત કરવામાં આવી હતી.

જમીન માપણીમાં પણ સૌથી ઓછી જમીન માપણી જામજોધપુર-લાલપુર તાલુકામાં થઈ હોવાથી કલેક્ટર દ્વારા જમીન માપણી અધિકારીને ટીમો વધારીને તાત્કાલિક જમીન માપણી કરવા તાકીદ કરાઈ હતી.

કોરોના પછી એસટી વિભાગ દ્વારા બંધ કરાયેલા રૃટ પણ હજુ સુધી ચાલુ કરાયા ન હોવાથી ઉપરોક્ત રૃટ તાત્કાલિક ચાલુ કરવા એસટી વિભાગને તાકીદ કરાઈ હતી.

અનેક પ્રજાલક્ષી મુદ્દાઓની ધારાસભ્ય દ્વારા મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. જો તાત્કાલિક આ મુદ્દાઓ સંબંધિત નિવારણ કરવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh