Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાને શરૃઆત કરીઃ મુખ્યમંત્રીએ ગતિ આપીઃ
ખંભાળિયા તા.૨૫ : નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોને ખુલ્લા મને સાંભળીને તેનો સંવેદનશીલતા સાથે નિકાલ લાવવાનો અનોખો કાર્યક્રમ એટલે મુખ્યમંત્રીનો ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ... જેને 'સ્વાગત' ઓનલાઈન કાર્યક્રમથી પણ ઓળખવામાં આવે છે.
આ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને સીધી રીતે અસર કરતા પ્રશ્નોનો ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી મુખ્યમંત્રીની સીધી દેખરેખ નીચે સુખદ નિરાકરણ લાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં તેના નામ પ્રમાણે જ દરેક 'સ્વાગત' કરવામાં આવે છે. એટલે કે પ્રજાને પીડતા પ્રાણપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.
સાચુ શાસન એ છે કે, જે પ્રજાના પ્રશ્નોને સમજે અને તેનો સંવેદનશીલતાથી નિકાલ આવે. જે પર પીડાને સમજી શકે તે સાચુ શાસન છે તેની પ્રતીતિ રાજ્યના નાગરિકોને છેલ્લા બે દાયકામાં 'સ્વાગત' કાર્યક્રમ થકી થઈ રહી છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્યના નાગરિકોના અનેક પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી લોકોની અપેક્ષાઓની પૂર્તિ કરવામાં આવી છે.
આ કાર્યક્રમની શરૃઆત તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૪ એપ્રિલના કરી હતી અને વર્તમાનમાં સરળ અને છતાં મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કાર્યક્રમને આગળ વધાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag